શોધખોળ કરો

C.R. પાટીલનો ફરી હુંકાર, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં નહીં જ લેવાય, કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો વિશે શું કહ્યું ?

ફળદુનું નિવેદન સી.આર. પાટીલના નિવેદનથી સાવ સામા છેડાનું હતું.

ભરૂચઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં. પાટીલે સ્પ।ટ શબ્દોમાં કહ્યું કે, હું પ્રદેશ પ્રમુખ બન્યો એ પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં આવ્યાં હતાં અને તેમને ટિકિટ અપાઈ છે પણ હવે પછી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ લેશે નહીં. પાટીલે કહ્યું કે, ખરીદ-વેચાણની ટેવ ભાજપની નથી પણ કોંગ્રેસની છે. અત્યારે પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવનારા ધારાસભ્યો પહેલાં લોકો સમક્ષ જાય છે અને પ્રજા મેન્ડેન્ટ આપશે તો તેઓ ફરી ચૂંટાશે. પ્રજા તેમને નકારશે તો ભાજપે કશું કહેવાનું રહેતું નથી. ગુજરાતમાં કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે તે સામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પહેલાં પણ લાલ આંખ કરીને કહ્યું હતું કે, કૉંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. બે દિવસ પહેલાં જ ગુજરાતની વિજય રૂપાણી સરકારના વરિષ્ઠ પ્રધાન આર.સી. ફળદુએ પાટીલથી જુદો સૂર કાઢીને કોંગ્રેસના નેતાઓને આવકારવાનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું કે, વિકાસ પ્રવાહમાં કોઈ પણ જોડાઈ શકે છે. પાટીલે બે દિવસમાં જ આ નિવેદનનો જવાબ આપી દીધો છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં. ફળદુનું નિવેદન સી.આર. પાટીલના નિવેદનથી સાવ સામા છેડાનું હતું. કોઈ વિવાદ ના ઉભો થાય એટલે વાતને વાળવા તેમણે એવું કહ્યું કે, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનાં નિવેદનનો ઊંધો અર્થ ન કરો. જો કે પાટીલે પોતાના નિવેદનનો કોઈ ઉંધો કે સીધો અર્થ ના થાય એટલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હવે ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોને લેવાશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget