શોધખોળ કરો
Advertisement
સાવરકુંડલાના જેસર રોડ પર કાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને સગા ભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. ગમખ્વાર અકસ્માતની મૃતકોના પરિવારજનોને જાણ થતાં શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
અમરેલી: સાવરકુંડલાના જેસર રોડ પર ગત મોડીરાત્રે કાર એક્સિડન્ટમાં બે સગા ભાઈઓના મોત થયા હતા. ગાડી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી રોડ કાંઠે રહેલા ઝુપડામાં ઘૂસી ગઇ હતી. જેમાં કારમાં સવાર બે સગા ભાઇના મોત નીપજ્યા હતા. જો કે ઝુપડામાં કોઇ ન હોવાથી મજૂરોના જીવ બચ્યા હતા. આ ઝુપડામાં મજૂરો રહેતા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને બંને સગા ભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. ગમખ્વાર અકસ્માતની મૃતકોના પરિવારને જાણ થતાં શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
(મૃતકની ફાઇલ તસવીર)
નવીન નાનજીભાઇ ડાભી (ઉ.27) અને હરેશ નાનજીભાઇ ડાભી (ઉ.25) બંને ભાઇઓ ગત મોડી રાત્રે બગદાણાથી સાવરકુંડલા કારમાં આવી રહ્યા હતા. ત્યારે કોઇ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી રોડકાંઠે રહેલા ઝુપડામાં ઘૂસી ગઇ હતી. બંને ભાઇના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઘાયલોને 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાને લઇને સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બે પુત્રોના મોતથઈ ડાભી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement