શોધખોળ કરો
Advertisement
છોટાઉદેપુરમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો માત્ર બે કલાકમાં કેટલો વરસાદ પડ્યો
આજે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા લોકોને ઓરસંગ નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
છોટાઉદેપુરઃ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છોટા ઉદેપુરમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા લોકોને ઓરસંગ નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કલેકટરે આ અંગે ટ્વિટ પણ કર્યુ છે.
IMD મુજબ, પૂર્વ રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ આજે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ રવિવારે ભારેથી ભારેથી ભારે વરસાદ પડશે. 16 ઓક્ટોબરથી આ રાજ્યોમાં વરસાદનું જોર ઘટશે.
ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે ત્રણ દિવસ પહેલા કહ્યું હતું કે, સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન તરીકે ગુજરાતના કયા દિગ્ગજ નેતાની કરી નિમણૂક, જાણો વિગત
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
ક્રિકેટ
Advertisement