શોધખોળ કરો

Bharuch: આમ આદમી પાર્ટીના નેતા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ 

ભરુચમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગર સેવક મનહર પરમાર અને તેમના પુત્ર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ભરુચ:  ભરુચમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગર સેવક મનહર પરમાર અને તેમના પુત્ર સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. શહેરના કુકરવાડામાં રહેતાં જિતેન્દ્રભાઈએ વર્ષ 2014માં ધંધાર્થે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં મનહર પરમાર પાસેથી 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.  જે બાદ જીતેન્દ્રભાઈ રૂપિયા ચુકવી ન શકતાં મનહર પરમારે ધમકાવી મકાન ખાલી કરાવ્યુ અને કબજો લીધો હતો.  જો કે બાદમાં સગવડ થતા 11 લાખ રૂપિયા ચૂકવ્યા અને મકાનની માંગણી કરતા મનહર પરમારે તેમને ધમકાવ્યા હતા.  આ અંગે હવે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે.  

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ?

01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. 

આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું એ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો. ગુજરાત માટે 8332 કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. 6,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થયા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટના પ્રોજેકટમાં લેવાયા છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી-ડેવલપમેન્ટના થશે. 

આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ

રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ. જેમાં સ્થાનિક હેરિટેજનું પ્રતિબિંબ હોય. રેલવેમાં 2.5 કરોડથી ઉપરના કામ સંસદમાં એપ્રુવ કરાવવા પડે છે.  રેલવે યુનિવર્સિટી વડોદરામાં શરૂ થઇ રહી છે જેમાં વર્લ્ડ કલાસ કોર્સ હશે. 03 જ વર્ષમાં વિધાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે. દર 8-10 દિવસમાં વંદે ભારત ટ્રેન બની રહી છે. આગળ નવા રૂટ પર પણ ચાલુ થશે. બુલેટ ટ્રેનના અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. સિવિલ કન્સ્ટ્રકશનનું કામ સમાપ્ત થતા હવે પાટા પાથરવાનું અને ત્યારબાદ ઇલેટ્રિકનું કામ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget