શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે જાહેર કરશે કૉંગ્રેસ, જાણો વિગતો
મહત્વનું છે કે આજે પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતાની બેઠક મળી હતી. જેમાં છ મહાનગરપાલિકાના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
![6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે જાહેર કરશે કૉંગ્રેસ, જાણો વિગતો Congress announce first list of candidates for municipal election tomorrow 6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે જાહેર કરશે કૉંગ્રેસ, જાણો વિગતો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/31224725/Gujarat-congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીર રાજીવ સાતવ ટ્વિટર
અમદાવાદ: કૉંગ્રેસ 6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી આવતીકાલે જાહેર કરશે. કૉંગ્રેસ પ્રથમ તબક્કામાં 200 જેટલા ઉમેદવારો જાહેર કરી શકે છે. જે વોર્ડમાં વિવાદ થાય તેમ નથી તે વોર્ડના ઉમેદવારોની જાહેરાત પ્રથમ તબક્કા એટલે આવતીકાલે કરવામાં આવશે. વિવાદિત અને વધુ દાવેદારો ધરાવતા વોર્ડના ઉમેદવારો બીજા તબક્કામાં જાહેર કરવામાં આવશે.
મહત્વનું છે કે આજે પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતાની બેઠક મળી હતી. જેમાં છ મહાનગરપાલિકાના નિરીક્ષકો અને શહેરના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લાગી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બોલિવૂડ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion