![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shaktisinh Gohil: ‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર
રામ મંદિર વિશે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રામ મંદિર મામલે કોઇ મતમતાંતર નહીં. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે.
![Shaktisinh Gohil: ‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર Congress leaders are broken, broken, pressured and lured', hits out at Shaktisinh Gohila on CJ Chavda's BJP entry Shaktisinh Gohil: ‘કોંગ્રેસના નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે’, સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શક્તિસિંહ ગોહિલના પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/fe42186fc14edc264ce8acebb6ce15a6170582781744376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Modasa News: દેશમાં હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. આ દરમિયાન રામ મંદિર વિશે મોડાસામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રામ મંદિર મામલે કોઇ મતમતાંતર નહીં. ‘ અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રઝળાવવા ભાજપની કરતૂત છે.
સી.જે.ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે શું કહ્યું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સી જે ચાવડાના ભાજપ પ્રવેશ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું, કોંગ્રેસ નેતાઓને તોડી,ફોડી,દબાવી અને લાલચ અપાય છે. ‘લોકશાહીમાં માન્ય ન ગણાય એવી રીતે એજન્સીઓના દૂર ઉપયોગથી નેતાઓને ડરાવાય છે. કોંગ્રેસમાથી ભાજપમાં ગયેલા મારી સાથે ફોન પર રડ્યાં છે, સરકારે પરિસ્થિતિ વિકટ કરતા ભારે મને કોંગ્રેસ છોડવા મજબૂર કરાય છે. હાલ કોંગ્રેસમાં કોઇ નારાજ નથી. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે,પોતાના વિચારો રજૂ કરતા હોય છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું હતુ. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ હતું. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે.
સી જે ચાવડાએ કહ્યું કે,“મેં 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો,
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.ણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)