શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા મહિલા ધારાસભ્યના પતિને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઈ આરેઠિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
રાપરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઈ આરેઠિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભુજમા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલ અનેક લોકોને ક્વોરેન્ટાઇન કરવા માટે આરોગ્ય વિભાગે કવાયત શરૂ કરી છે.
બે દિવસ પહેલા ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના થયો છે. તેમના પત્નીને કોરોનાનો ચેપ લાગ્યા પછી તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફાલ્ગુનીબેન ચાવડા પશુપાલન નિયામક છે. તેમણે લક્ષણો જણાતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડા હોમ ક્વોરન્ટાઇન થયા હતા. તેમજ તેમનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લેશે.
અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા, કેતન ઇનામદાર કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા, રઘુભાઈ દેસાઇ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion