શોધખોળ કરો

Lok Sabha Elections: ભરુચ બેઠક પર ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત સામે આવતાં જ કોંગ્રેસમાં કકળાટ શરુ, ફૈઝલ પટેલે આપી ચીમકી

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપશે તેવી વાત સામે આવતા જ ભરુચ કોંગ્રેસમાં ભડકો થયો છે.

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરુચ બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપશે તેવી વાત સામે આવતા જ ભરુચ કોંગ્રેસમાં ભડકો થયો છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલે પહેલાં જ ભરુચ બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી હતી.

AAP સાથે ગઠબંધનની ચર્ચા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ભડકો થાય તેવી શક્યતા છે. સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક AAPને આપી તો અમે સમર્થન નહીં કરીએ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ જ ચૂંટણી લડે તેવી ફૈઝલ પટેલની માગ છે. તેમણે કહ્યું કે, ભરૂચ બેઠક કોંગ્રેસ જીતી શકે તેવી સ્થિતિમાં છે. ઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થશે. ચૈતર વસાવા ઉમેદવાર બનશે તો અમે પ્રચાર નહીં કરીએ.

ફૈઝલ પટેલે વધુમાં કહ્યું કે, ભાજપને હરાવવા ગઠબંધન જરૂરી છે. ભરૂચમાં કોંગ્રેસ લડે એ જ જરૂરી છે. ભરૂચમાં આપ કરતા કોંગ્રેસના જીતની શક્યતા વધારે છે. આજકાલમાં અંતિમ નિર્ણય જાહેર કરીશું. આ ઉપરાંત હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રાખીશું તેમ તેમણે કહ્યું. 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાનું નિવેદન

આપ સાથેના ગઠબંધનથી ભરૂચ કોંગ્રેસ નારાજ હોવાની વાત ખુલીને સામે આવી છે. જિલ્લા પ્રમુખે કહ્યું કે, આપનું માત્ર ડેડિયાપાડામાં જ વર્ચસ્વ છે.  ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા કરવા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. હાઇકમાન્ડને રજુઆત કરીએ છે, આ સીટ કોંગ્રેસની છે અને કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ.  રાહુલ ગાંધીને ગાળો આપનાર કેજરીવાલની પાર્ટીને સપોર્ટ નહીં કરીએ. 

ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા

ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર  ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે.  જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી AAP  પોતાના ઉમેદવાર ઉતારશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget