શોધખોળ કરો

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલની છબી ખરડવાનું ષડયંત્ર, ભાજપના જ આ ધારાસભ્યનું નામ આવ્યું સામે

ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે.

Gujarat BJP President CR Patil: ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની છબી ખરડાવવાનું ષડયંત્ર સામે આવ્યં છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઇતિહાસમાં 156 બેઠકો જીતવાનો રેકોર્ડ જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાપ્યો તે જ ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવા ભાજપના જ દિગ્ગજ નેતાએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના અધિકારી સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સી આર પાટિલને બદનામ કરવાનું કાવતરું પૂર્વ વન મંત્રી અને હાલના માંગરોળ બેઠકના ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે હજુ સુધી પોલીસે ગણપત વસાવાનું નામ રેકોર્ડ પર લીધું નથી.

થોડા દિવસ પહેલા રાજકોટના વતની જિનેન્દ્ર નામના યુવાનનો એક વિડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જિનેન્દ્ર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરી રહ્યો છે. ચૂંટણી માટેના ફંડમાં પાટિલે નાણાકીય ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થયાના થોડા દિવસો બાદ દક્ષિણ ગુજરાતના અનેક સ્થળો પરથી પાટિલ વિરૂદ્ધની પત્રિકાઓ પણ ફરતી થઈ હતી. પત્રિકાઓમાં પણ આજ મુજબના પાટિલ સામે નાણાકીય ગડબડના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી જિનેન્દ્રને પોલીસે સુરતથી ઉઠાવ્યો અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.  પોલીસની તપાસમાં પત્રિકાઓ ફરતી કરવાના કાવતરું રચનનારોમાં ગણપત વસાવાનું નામ પણ સામે આવ્યું છે. જોકે પોલીસે હજુ ગણપત વસાવાનું નામ પોલીસ ચોપડે લીધું નથી કે નથી તેમનો જવાબ પણ નોંધ્યો. પરંતુ જિનેન્દ્ર ઉપરાંત અન્ય બે લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બંને ગણપત વસાવાના સમર્થકો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના જ અન્ય નેતાઓની સામેલગીરી પણ પાટિલને બદનામ કરવાના કાવતરામાં સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રોનો એવો પણ દાવો છે કે ભાજપના જે નેતાઓની સંડોવણી છે તેના નામ રેકોર્ડ પર લવાશે નહિ કેમકે આમ કરવાથી ભાજપની જ છબી ખરડાશે. આવું ન થાય એટલે સમર્થકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે મોટા નેતાઓની સામેલગીરી છે તેમની સામે પક્ષ એક્શન લેશે.

મહત્વની વાત એ છે કે ભાજપમાં બધું સમુસુતરું છે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ ગુજરાત ભાજપમાં પણ અંદરોઅંદરની લડાઈ ચરમસીમાએ છે અને પાટિલને બદનામ કરવાનું બહાર આવેલું ષડયંત્ર તેનું ઉદાહરણ છે. તો બીજું ઉદાહરણ વડોદરાના મેયરના વિરુદ્ધમાં ફરતી થયેલી પત્રિકાઓ પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget