શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતમાં આજે 1370 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે
સુરત કોર્પોરેશનમાં આજે 183 નવા કેસ નોંધાયા છે, જ્યારે 242 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1074 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 183 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1370 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 75.04 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1370 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 242 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 99 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
સુરત કોર્પોરેશનમાં આજે 183 નવા કેસ નોંધાયા છે, જ્યારે 242 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 48 કેસ નોંધાયા છે, જ્યારે 126 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનમાં 88 નવા કેસ નોંધાયા છે, જ્યારે 65 દર્દીઓને રજા અપાઈ છે. ભાવનગર કોર્પોરેશનમાં આજે નવા 22 કેસ નોંધાયા છે, જ્યારે 32 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
દાહોદમાં આજે નવા 21 કેસ નોંધાયા છે, જ્યારે 201 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. નર્મદામાં નવા 12 કેસ નોંધાયા છે જ્યારે 32 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement