શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 361 નવા કેસ, 27નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 14829
છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ સામે આવ્યા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 503 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ સામે આવ્યા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 503 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14829 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 915 થયો છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-5, બનાસકાંઠા-3, મહીસાગર-3, વલસાડ -3, ભાવનગર-2, અરવલ્લી-2, કચ્છ-2, નવસારી-2, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ,અમરેલી,પાટણ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોનાં મોત થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 23, ખેડા, પંચમહાલ,પાટણ અને સુરતમાં 1-1 મોત થયું છે.
અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 189313 ટેસ્ટ થયા જેમાંથી 14829 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement