શોધખોળ કરો
Coronavirus:સુરતમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો, રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 74 થઈ
રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે સવારે અમદાવાદમાં બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. બાદમાં સુરતમાં એક 28 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 74 થઈ છે. અમદાવાદમાં બે નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 26 થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 74એ પહોંચી ગઈ છે. ગઈકાલે સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો હતો. રાજકોટમાં પણ ગઈકાલે કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું હતું. ભાવનગરના મોટાખુટવડા ગામની 45 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. સુરતથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યા બાદ મહિલાને ચેપ લાગ્યો હતો. ભાવનગરમાં કોરોનાથી અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.
વધુ વાંચો




















