શોધખોળ કરો

રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 થઈ

આજે કોરોના વાયરસ નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. આજે વધુ બે લોકોના મોત થયા મૃત્યુઆંક 28 થયો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસ નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. આજે વધુ બે લોકોના મોત થયા મૃત્યુઆંક 28 થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે. રાજ્યમાં જે બે લોકોના મોત થયા છે તેમાં ભાવનગરના એક 50 વર્ષના પુરૂષ તેમને ડાયાબિટીશની પણ બિમારી હતી. જ્યારે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમા એક મોત થયું છે. જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી તેવા જિલ્લાઓમાં પણ ટેસ્ટ કર્યા ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી. આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 78 પોઝિટિવ બાકી બધા નેગિટિવ આવ્યા છે. હાલ 555 દર્દીઓ સ્ટેબલ છે, 8 વેન્ટીલેટર પર છે અને 59 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભાવનગરના એક પુરૂષ અને મહિલા સ્વસ્થ થયા છે, જ્યારે અમદાવાદમાં 28 વર્ષના મહિલા અને સુરતમાં એક પુરૂષ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 થઈ આરોગ્ય સચિવે જણાવ્યું કે સૌથી વધુ કેસ અમદાવાદમાંથી આવે છે. અમદાવાદમાં કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કેસની સંખ્યા વધી છે. તેને લઈને ચિંતા છે. અમદાવાદના કોટ વિસ્તાર અને દાણિલિમડા વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદનાં કોટ વિસ્તારમા આવતીકાલ એટલે કે બુધવારથી કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં કર્ફ્યૂ આગામી 21 તારીખ સુધી લાગુ થશે. કોટ વિસ્તાર અને દાણીલિમડા વિસ્તારમાં 15 તારીખથી લઈને 21 તારીખ સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget