
(Source: ECI/ABP News/ABP Majha)
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Ahmedabad News:અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં હોસ્પિટલની મીલીભગતના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.

Ahmedabad News:ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલકાંડના પાંચ આરોપી ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આણંદ પાસેના એક ફાર્મમાંથી પાંચ આરોપીને ગઇકાલે ઝડપી પાડ્યાં હતા. પાંચ આરોપીમાં ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલનો સમાવેશ થાય છે. પાંચેય આરોપી ફરાર હતા. આખરે ક્રાઇમ બ્રાન્ચે મની માફિયાને ઝડપી પાડ્યાં છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં હોસ્પિટલની મીલીભગતના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.
કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા તપાસ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપાઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇ કાલે ખ્યાતિ હોસ્પિટલ કાંડના પાંચ મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી થયું મૃત્યુ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

