(Source: ECI/ABP News/ABP Majha)
Crime: વિચિત્ર કિસ્સો, પાંચ શખ્સોએ સગીરાને ફંસાવીને બ્લેકમેઇલ કરી, અઢી લાખ ખંખેર્યા ને પછી આચર્યૂ દૂષ્કર્મ....
પાટણમાં એક સગીરાને પાંચ શખ્સો છેલ્લા કેટલાય દિવસોથી બ્લેકમેઇલ કરતાં હતા
Crime: રાજ્યમાં વધુ એક મોટી દૂષ્કર્મની ઘટના સામે આવી છે, ઉત્તર ગુજરાતમાં પાટણમાં એક સગીરા સાથે દૂષ્કર્મ કરવાના આરોપસર પાંચ શખ્સો સામે પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે, હાલમાં પોલીસા આ ઘટના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બે આરોપીએ હજુ પોલીસ પકડથી દુર છે.
મળતી માહિતી પ્રમાણે, પાટણમાં એક સગીરાને પાંચ શખ્સો છેલ્લા કેટલાય દિવસોથી બ્લેકમેઇલ કરતાં હતા, પોલીસ ફરિયાદ અનુસાર, આ આરોપીએ સગીરાને તેના મિત્ર સાથે પ્રેમ સંબંધોની જાણ તેના પરિવારને કરી દેવાની ધમકી આપી રહ્યાં હતા, આ ધમકી બાદ પાંચેય આરોપીઓએ સગીરા સાથે શારીરિક અડપલાં અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ, આ પાંચેય આરોપીઓ વારંવાર સગીરાને તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી રહ્યાં હતા, એટલું જ નહીં આ આરોપીઓએ સગીરા પાસેથી 2 લાખ 30 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ પાટણના B ડીવીઝન પોલીસ મથકમાં આ પાંચેય આરોપીએ વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, B ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે દૂષ્કર્મ આચરનાર 3 નરાધમોને અટક કરવામાં આવ્યા છે, જ્યારે 2 નરાધમો હજુ પોલીસ પકડથી દૂર છે.
'હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો, દુષ્કર્મ આચર્યુ ને પછી.....
અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.
સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ
રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.