(Source: ECI/ABP News/ABP Majha)
Daman: આ જિલ્લા પંચાયતના પ્રમુખની ધરપકડ થતા રાજકારણ ગરમાયું, વેપારી પાસે માગી હતી ખંડણી
દમણ: સંઘપ્રદેશ દમણના જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલને આજરોજ દમણ પોલીસ દ્વારા ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરતા પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
દમણ: સંઘપ્રદેશ દમણના જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલને આજરોજ દમણ પોલીસ દ્વારા ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરતા પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવીન પટેલ અને અન્ય તેમના ભાઈ અશોક પટેલ દ્વારા ખંડણી માંગવાના લઈને દમણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દમણના દલવાડામાં આવેલ એક કંપનીમાંથી ફરિયાદી દ્વારા ભંગારનો માલ ખરીદી કરી સ્ક્રેપનો વેપાર કરતા હતા. જેને લઈને 3 મહિના પહેલા વેપારીને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલ દ્વારા વેપાર કરવો હોય તો અમને હપ્તો આપવો પડશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેને લઈને ફરિયાદી દ્વારા તેમને દર મહિને હપ્તા પેટે પૈસા આપવામાં આવતા હતા. આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા પૈસા ન આપવા માંગતા હોય જેને લઈને દમણ સ્થિત કડૈયા પોલીસ સ્ટેશન ખાતે આવી જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલ વિરુદ્ધમાં ફરિયાદ આપતા દમણ પોલીસ દ્વારા કલમ 384 506 R/W ,34 આઇપીસી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય બાતમીદારોના આધારે દમણ પોલીસ દ્વારા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેમના ભાઈ અશોક પટેલને દલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. કડૈયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
સુરતના ઉધના વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી 28 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો છે. જે બાદ ઉધના પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 22 ડિસેમ્બરે દીનારામ ઉમારામ જાટ નામના યુવકે આપઘાત કર્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દીનારામે 15 હજાર રુપિયા વ્યાજે લીધા હતા. જો કે, વ્યાજ સહિત 75 હજાર આપી દીધા હતા. તેમ છતા વ્યાજખોરો હજી દોઢ લાખ માંગી રહ્યા હતા. ત્યાર બાદ વ્યાજખોરોએ વ્યાજ વધારી 8 લાખની માંગ કરવા લાગ્યા હતા.
વ્યાજખોર
1.અમરચંદ બકશારામ જાટ
2. મુન્નારામ રૂપારામ જાટ
3. રામ રતન પુનારામ જાટ
4. ધર્મેન્દ્ર જાટ સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મૃતક યુવકના આપઘાત બાદ માતા મેનાદેવી ઉમારામ જાટએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક દીનારામના જીજા અમરચંદ જાટ આરોપી છે જ્યારે આરોપી રામ રતન પારિવારિક ભાઈ છે. સામે આવેલી વિગતો અનુસાર મૃતક ફર્નિચરનું કામ કરતો હતો. તો બીજી તરફ યુવકની આત્મહત્યા પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં રાજસ્થાની ભાષામાં તે પરિવારની માફી માંગી રહ્યો છે. લોકોએ રૂપિયા માટે અસહ્ય ત્રાસ આપ્યો તેથી આ પગલું ભર્યું. આ ઉપરાંત મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં 5% વ્યાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. મૃતકના બનેવીએ રૂપિયા માટે ત્રાસ આપ્યો હતો.