Navsari: નવસારીમાં પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ ત્યજી દીધા
નવસારી: શહેરમાં એક ચોંકાવનરી ઘટના સામે આવી છે. અહીં એક દંપત્તિ સાથે જીવ્યું અને સાથે જ મોતને વ્હાલું કર્યું. પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા.
નવસારી: શહેરમાં એક ચોંકાવનરી ઘટના સામે આવી છે. અહીં એક દંપત્તિ સાથે જીવ્યું અને સાથે જ મોતને વ્હાલું કર્યું. પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક સ્લીપ થતા મોત થયું. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેસુધ થઈ ઢળી પડી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પણ હ્રદયરોગના હુમલાને કારણે પત્ની ભાવનાએ પણ પ્રાણ છોડ્યા. પતિના મોતના અડધા કલાકમાં જ પત્નીના મોતથી બે માસૂમ બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દીધી. મૃતક ભાવના ગાવીત ખેરગામના પૂર્વ સરપંચ હતા. સેવાભાવી દંપતિના મોતથી તોરણવેરામાં શોકનો માહોલ છવાયો છે.
કુમાર વિશ્વાસને RSS સામે કરેલી ટિપ્પણી ભારે પડી
વડોદરા: કુમાર વિશ્વાસને આરએસએસ સામે કરેલી ટિપ્પણી ભારે પડી છે. 3 અને 4 માર્ચના રોજ નવલખી મેદાન પર આયોજિત અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન અને સમન્વય દ્વારા આયોજિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સમન્વયના જીગર ઇનામદાર દ્વારા કુમાર વિશ્વાસને વડોદરા ખાતેના કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું, નોંધનીય છે કે, કવિ કુમાર વિશ્વાસે થોડા દિવસ પહેલા એક કથા દરમિયાન ટિપ્પણી કરી હતી. જેને લઈને ખુબ વિવાદ થયો હતો. જે બાદ બીજેપી અને આરએસએસના આગેવાનો દ્વારા કુમાર વિશ્વાસ સામે તીખી ટિપ્પણ પણ કરવામાં આવી હતી. જો કે વિવાદ બાદ કુમાર વિશ્વાસે માફી પણ માગી હતી.
મોરબીની આ જાણીતી હોટેલમાં યુવકે કરી લીધી આત્મહત્યા
મોરબી: હળવદ નજીક આવેલ વિસામો હોટેલના રૂમમાં યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. હોટેલનો રુમ બંધ કરી કોઇ કારણોસર યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ધવલ વાણીયા નામના યુવાને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવકે રાત્રે હોટેલનો રુમ બુક કરાવ્યો હતો. જો કે યુવકે આવું પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.
અમદાવાદમાં પૂર્વ કમિશનરના પુત્રની દાદાગીરી
અમદાવાદ: રાજ્યમાં અધિકારીઓના ઘમંડના કિસ્સા તો તમે ઘણા જોયા હશે, પરંતુ નિવૃત અધિકારીઓના પુત્ર પણ ઘમંડમાં રાચે છે જેનું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. રાજપથ કલબ રોડ ઉપર આવેલી એરોન સ્પેક્ટ્રા નામના બિલ્ડિંગમાં 605 નંબરના એકમ ધરાવતા પૂર્વ કમિશનર રજનીકાંત ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠીએ amc ની ટીમ ઉપર હુમલો કર્યો.
મૂળ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આશિષ ત્રિપાઠીનો ત્રણ વર્ષથી વધુનો 71 હજારનો ટેકસ બાકી હતો જેના કારણે બે વખત નોટિસ આપ્યા બાદ પણ તેમના તરફથી ભરપાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે ઈજનેર વિભાગની ટીમો સીલ કરવા પહોંચી હતી. સવારે 10.30 કલાકના અરસામાં સીલ કરવા ગયેલ ટીમ પૈકી રાકેશ ભગોરા અને યોગેશ્વરી ડોડીયા નામના બે કર્મચારીઓ ઉપર કાચના ગ્લાસ અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાના ફૂટેજ જાહેર થયા બાદ ઈજનેર વિભાગના બંને કર્મચારીઓ બોડકદેવ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા જ્યાં આરોપી આશિષ ત્રિપાઠીને નજર કેદ કરવામાં આવ્યો છે.