Gujarat: હિટવેવની આગાહીને લઈને પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માગ
રાજ્યમાં વધતી જતી ગરમી અને હિટવેવની આગાહીને લઈને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માગ કરી છે.
ગાંધીનગર: રાજ્યમાં વધતી જતી ગરમી અને હિટવેવની આગાહીને લઈને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માગ કરી છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને 11 વાગ્યાથી ગરમી વધતી હોવાથી સવારની શાળા કરવા માગ કરાઈ છે. એટલુ જ નહી ગરમીના કારણે અમુલ જિલ્લામાં પીવાા પાણીની સમસ્યા સર્જાતી હોવાની સાથે જ ગરમી વધતા વિદ્યાર્થીઓને લૂ લાગવાથી બિમાર પડતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અગાઉના વર્ષોમાં પણ ઉનાળામાં પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવામાં આવ્યો છે. ત્યારે ઉનાળામાં પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની માગ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરી છે. 11 વાગ્યાથી ગરમી વધતી હોવાથી સવારની શાળા કરવા માગ કરાઈ છે.
ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ અગન ગોળા વરસી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા 12 માર્ચ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે બપોરના સમયમાં શાળાએ જતા પ્રાથમિક શાળાના બાળકોને ગરમીમાં લૂ લાગવાની શક્યતા છે. ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. ગુજરાતના શૈક્ષિક મહાસંઘે બાળકોને ગરમીમાં લૂ ન લાગે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. શાળામા સમય સવારનો કરવામાં આવે તેવી શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્રમાં લખ્યું કે, ચાલુ વર્ષે ગરમીનં પ્રમાણ ખૂબ જ છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11.00 કલાકથી જ ગરમીનું પ્રમાણ એકદમ વધે છે અને વિદ્યાર્થીઓ લૂ લાગવાથી બીમાર પડતા હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળે છે.
રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.