શોધખોળ કરો

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે બુલડોઝર ચાલ્યું, 102 બાંધકામો તોડી પડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે બુલડોઝર ચાલ્યું છે. હર્ષદ બંદર પાસે ગઈકાલે 4 ધાર્મિક સ્થળ, 33 કોમર્શિયલ બાંધકામ, 65 રહેણાંક મકાનો સહિત 102 બાંધકામો તોડી પડાયા.

દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે બુલડોઝર ચાલ્યું છે. હર્ષદ બંદર પાસે ગઈકાલે 4 ધાર્મિક સ્થળ, 33 કોમર્શિયલ બાંધકામ, 65 રહેણાંક મકાનો સહિત 102 બાંધકામો તોડી પડાયા હતા. આજે વધુ 40 બાંધકામો તોડી પડાયા છે. પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમે સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.

કુલ 9 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવાની છે, જૈ પૈકી અત્યાર સુધી 5 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરી દેવાઈ છે. જેથી આગામી દિવસોમાં દબાણ હટાવો ઝૂંબેશ ચાલુ રહેશે. કલ્યાણપુરના મામલતદારે હર્ષદ અને ગાંધવી બંદર પાસેના દબાણકારોને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી. પરંતુ દબાણકારો હાઈકોર્ટ પહોંચ્યા હતા. જોકે, હાઈકોર્ટે પણ રાહત ન આપતા, અંતે ગઈકાલથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે.  

કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર, જાણો લલિત વસોયા અને કિરિટ પટેલે ક્યાં મુદ્દે વ્યક્ત કરી નારાજગી

પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે  ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના  પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને  પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે આ મુદ્દે મોન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે.

પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં છે. કિરિટ પટેલે જણાવ્યું કે, પાર્ટીની કાર્ય પદ્ધતિ જો નહી સુધરે તો કોઇ નવો નિર્ણય મક્કમ પણે લેવો પડશે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે,પક્ષ વિરોધી કામ કરતાં લોકો સામે પગલા લેવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા ન લેવાતા પક્ષની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.

લલિત વસોયાએ એબીપી અસ્મિતા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠન સામેની નારાજગીના મુદ્દે વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુદ્દા છે. જે કોગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચવા જોઇએ. આ મુદ્દે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, , સંગઠન મજબુત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુઘી પહોંચતી નથી. કોઇ સાંભળતુ નથી અને લોકસભાની ચૂંટણીને લઇને  કોંગ્રેસે હવે સક્રિય થવાની જરુર છે. 

જગદિશ ઠાકોરે આપી પ્રતિક્રિયા

બંને ધારાસભ્યની નારાજગી પર સખત શબ્દોમાં જગદિશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ ના આંતરિક વિખવાદો મુદ્દે તેમ જ ધારા સભ્ય કિરીટ પટેલ ના આક્ષેપોનો પણ જગદીશ ઠાકોરે જવાબ આપ્યો.. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે તેવું જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું...આ ઉપરાંત આંતરિક પ્રશ્નો ની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે એવું તેમણે જણાવ્યું. આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી... કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવું જોઈએ તેવી માનસિકતા માંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ તેવું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું.

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Embed widget