Banaskantha: ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભંગાણ, નરસિંહ દેસાઈ ભાજપમાં ભળી ગયા
જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ડીસા એપીએમસીની ખેડૂત સંમેલનમાં નરસિંહ દેસાઈ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.
Banaskantha: ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાનું શરૂ છે. બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ કોંગ્રેસમાં ભંગાણ થયું છે. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ડીસા એપીએમસીની ખેડૂત સંમેલનમાં નરસિંહ દેસાઈ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ સામાજિક એકતા અને વિકાસ માટે ભાજપમાં જોડાયા હતા.
સગીરા પર યુવકે છરીથી કર્યો હુમલો, જાણો વિગત
અમદાવાદ શહેરમાં સગીરા પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હતો. 17 વર્ષની સગીરા પર 35 વર્ષીય વ્યક્તિએ હુમલો કર્યો હતો. શંકીએ કિશોરીના ગળા પર છરીથી હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સગીરાને ગળાના ભાગે 35 ટાંકા લેવામાં આવ્યા હતા. સારવાર બાદ સગીરાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સાસુ-વહુને ફટકાર્યા
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીની જાહેર બેઠકમાં પાર્કિંગ બાબતે તકરાર થઇ હતી. જેમાં સોસાયટીના સભ્યોએ સાસુ અને વહુને માર મારીને છેડતી કરી હતી એટલું જ નહી નીચે પાડીને લાતો મારતાં ગંભીર હાલતમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બે મહિલા સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છેે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સોસાયટીની બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે સોસાયટીના મેદાનમાં જાહેર મીટીંગ રાખી હતી. જેમાં સોસાયટીના મેન્ટેનન્સ તથા પાર્કિંગ બાબતની ચર્ચા થઇ હતી. જેમાં સાસુ અને વહું સાથે સોસાયટીના સભ્યો પાર્કિગ બાબતે તકરાર કરી હતી.
જેમાં કેટલાક સભ્યોએ સાસુ વહુને માર મારીને ગાળો બોલી હતી અને આવેશમાં આવીને એક શખ્સે મહિલાને માર મારીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. એટલું જ નહી સોસાયટીના સભ્યોમાં બે મહિલા સહિત છ લોકોએ ભેગા મળીને સાસુ અને વહુ ઉપર હુમલો કર્યો હતો અને વહુંને નીચે પાડીને લાતો મારી હતી. આ બનાવના પગલે સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે રાયોટિંગ તેમજ છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.