શોધખોળ કરો

Gujarat Rain Update: રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ,ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યમાં મેઘમહેર યથાવત છે. અવિરત વરસાદના કારણે ગુજરાતના 169 માર્ગ બંધ છે.

Gujarat Rain Update: રાજયમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થતાં અને લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યાં છે.  ત્રણ સ્ટેટ અને ત્રણ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યાં છે. હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે. તો રાજ્ય સરકાર હસ્તકના ત્રણ અન્ય માર્ગ પણ બંધ છે. સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગ બંધ કરાયા છે.  પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગ બંધ બંધ છે.

છેલ્લા 6 કલાકમાં  75 તાલુકામાં નોંધાયો વરસાદ

તાપીના ડોલવણમાં 6 કલાકમાં 6.34 ઈંચ વરસાદ

પંચમહાલના શહેરામાં 6 કલાકમાં 4.25 ઈંચ વરસાદ

તાપીના વાલોદમાં 3.31 ઈંચ વરસાદ

આણંદના ઉમરેઠમાં 2.76 ઈંચ વરસાદ

નડિયાદ તાલુકામાં 2.56 ઈંચ વરસાદ

વલસાડના ઉમરગામમાં 2.44 ઈંચ વરસાદ

ભાવનગરના મહુવામાં 2.01 ઈંચ વરસાદ

નવસારીના ચીખલીમાં 1.85 ઈંચ વરસાદ

નવસારીના ગણદેવીમાં 1.77 ઈંચ વરસાદ

સુરતના બારડોલીમાં 1.69 ઈંચ વરસાદ

સુરતના માંડવીમાં 1.57 ઈંચ વરસાદ

નવસારીના ખેરગામમાં 1.54 ઈંચ વરસાદ

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે. જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં  વરસાદનું પ્રમાણ વધશે.  જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે, બે કે 3 દિવસ બાદ પવની ગતિ વધવાની શરૂઆત થશે.. આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે  વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

આગામી 24 કલાકમાં  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી  કે 8 સપ્ટેમ્બર સુધી  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  

ગુરૂવારે રાજ્યના 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસ્યો સાત ઈંચ વરસાદ... ક્વાંટ, દેવગઢ બારિયા, પાવી જેતપુર, વ્યારા અને અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો. હજુ પણ સાત દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget