Heavy Rain: તાપીના ડોલવણમાં મૂશધાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ, 4 કલાકમાં 5.71 ઈંચ વરસ્યો
Heavy Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો તાપીના ડોલવણમાં 4 કલાકમાં 5.17 ઇંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

Heavy Rain: તાપીના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ ખેતરો જળમગ્ન બન્યાં છે. ડોલવણમાં ચાર કલાકમાં 5.71 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. ડોલવણમાંથી પસાર થતી તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ડોલવણમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.સુરત શહેરમાં સવારથી ધનધોર વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. અડાજણ, રાંદેર, વેડરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં દિવસના રાત્રિ જેવો અંધકાર સર્જાયો હતો. વરસાદના પગલે વિઝીબીલીટીમાં ઘટાડો થયો છે. વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ ફરજ પડી હતી. ઓફિસ સમયે વરસાદનું આગમન થતાં નોકરી-ધંધાર્થે જતાં લોકોને મુશ્કેલી પડી હતી.
ક્યાં કેટલો વરસ્યો વરસાદ
ડોલવણ- 6.34 ઈંચ
શહેરા -4.25 ઈંચ
વાલોડ -3.31 ઈંચ
ઉમરેઠ 2.76 ઈંચ
નડિયાદ -2.76 ઈંચ
ઉમરગામ- 2.44 ઈંચ
મહુવા- ( ભાવનગર ) 2.01 ઈંચ
ચીખલી -1.85 ઈંચ
ગણદેવી- 1.77 ઈંચ
બારડોલી- 1.69 ઈંચ
માંડવી- 1.57 ઈંચ
ખેરગામ- 1.54 ઈંચ
મહુવા- ( સુરત ) 1.5 ઈંચ
સોનગઢ- 1.46 ઈંચ
વાંસદા- 1.3 ઈંચ
વસો - 1.26 ઈંચ
ધમરપુર -1.22 ઈંચ
બાલાસિનોર- 1.18 ઈંચ
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી શરૂ થતાં વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે. ગઇ કાલથી અમદાવાદમાં પણ વરસાદનું જોર વધ્યું છે. ગઇ કાલ રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આજે સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, સતત વરસી રહેલા ઉપરવાસ વરસાદના કારણે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ફરી અમદાવાદને એલર્ટ કરાયું છે. વાસણા બેરેજના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે વાસણા બેરેજમાં
ગેટ નં 16થી 29 એમ કુલ 14 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં હાલ 35 હજાર 914 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા હોવાથઈ વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. શુક્રવારના સ્થિતિની સમીક્ષા બાદ વધુ પાણી છોડવા અંગે નિર્ણય કરાશે.





















