Guiarat Rain: ભારે વરસાદના કારણે રાજ્યના આ 65 રસ્તા બંધ, ટ્રાવેલ કરતા પહેલા જુઓ યાદી
વરસાદના કારણે અન્ય કેટલાક રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે. તો આપ વરસાદમાં ટ્રાવેલ કરવાનુ વિચારી રહ્યાં હો તો ભારે વરસાદના કારણે પાણી ભરાતા રાજ્યના 65 રસ્તા બંધ કરી દેવામાં
Guiarat Rain:રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડની જેમ ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીરસોમનાથમાં બારે મેઘ ખાગાની સ્થિતિ છે, સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યો છો તો ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ પંથકમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળીયા હાટીના, માંગરોળમાં ભારે વરસાદને હાલાકી સર્જી છે. માળીયા હાટીના પાસે આવેલ પુલ પર પાણી ભરાઇ જતાં પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.
વરસાદના કારણે અન્ય કેટલાક રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે. તો આપ વરસાદમાં ટ્રાવેલ કરવાનુ વિચારી રહ્યાં હો તો ભારે વરસાદના કારણે પાણી ભરાતા રાજ્યના 65 રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં છે.
ભારે વરસાદના કારણે રાજ્યના 65 રસ્તાઓ બંધ
- ભારે વરસાદને લીધે પંચાયત હસ્તકના 52 રસ્તા બંધ
- રાજ્યના ચાર સ્ટેટ હાઈવે બંધ
- રાજકોટનો એક, ગીર સોમનાથના બે સ્ટેટ હાઈવે બંધ
- પોરબંદર જિલ્લાનો એક સ્ટેટ હાઈવે બંધ
- રાજ્યના અન્ય નવ માર્ગો પણ વરસાદને લીધે બંધ
- માળીયા હાટીના પાસે આવેલ પુલ પર પાણી ભરાઇ જતાં પુલ બંધ
સૌરાષ્ટ્રમાં પણ બારેમેઘ ખાંગાની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસતા કેટલાક ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે. જેને લઇને રાજકોટ જિલ્લામાં 55 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના તાલાલામાંથી 160 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વેરાવળ તાલુકામાંથી અત્યાર સુધીમાં 305 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કયા ઝોનમાં કેટલો વરસાદ ?
ઝોનઃકચ્છ
વરસાદઃ112.37 ટકા
ઝોનઃઉત્તર ગુજરાત
વરસાદઃ51.82 ટકા
ઝોનઃમધ્ય ગુજરાત
વરસાદઃ43.53 ટકા
ઝોનઃસૌરાષ્ટ્ર
વરસાદઃ76.25 ટકા
ઝોનઃદક્ષિણ ગુજરાત
વરસાદઃ44.61 ટકા
આજે ક્યા રેડ એલર્ટ ?
વરસાદને લઇને હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.
આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?
હવામાન વિભાગે આજે જૂનાગઢ,ગીર સોમનાથ, નવસારી,દીવમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે,
આજે ક્યા યલો એલર્ટ ?
પોરબંદર,રાજકોટ,બોટાદ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,તાપી,ડાંગ યલો અલર્ટ આપ્યું છે.