શોધખોળ કરો

દ્વારકાઃ 35 વર્ષની યુવતીને 22 વર્ષના યુવક સાથે બંધાયા સંબંધ, રાત્રે પતિને ઘેનની ગોળી ખવડાવીને સૂવાડીને પ્રેમીને ઘરે બોલાવ્યો ને....

35 વર્ષની પરીણિતાને 22 વર્ષના યુવાન સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. આ સંબંધોમાં પતિ નડતરરૂપ હોવાથી યુવતીએ પતિને રાત્રે ઘેનની ગોળી ખવડાવીને સૂવડાવી દીધો હતો

દ્વારકાઃ દ્વારકામાં 35 વર્ષની પરીણિતાને 22 વર્ષના યુવાન સાથે શારીરીક સંબંધો બંધાયા હતા. આ સંબંધોમાં પતિ નડતરરૂપ હોવાથી યુવતીએ પતિને રાત્રે ઘેનની ગોળી ખવડાવીને સૂવડાવી દીધો હતો. એ પછી પ્રેમીને બોલાવ્યો હતો. પ્રેમી સાથે મળીને યુવતીએ પતિની ઉંઘમાં જ મોટો પથ્થર મારીને હત્યા કરી નાંખી હતી. પતિની હત્યા કર્યા પછી યુવતી કંઈ ના બન્યું હોય તેમ પ્રેમી સાથે રંગરેલિયાં મનાવીને સૂઈ ગઈ હતી. દ્વારકા તાલુકાના વરવાળા ગામે સોમવારે 36 વર્ષના અરવિંદભાઈ અસ્વાર નામનો યુવક રાત્રે આગાસીમાં સૂતો હતો ત્યારે 30 કિલો વજનનો પથ્થર મારી હત્યા કરવામા આવી હતી. તેની પત્ની અને બે બાળકો નીચે રૂમમાં સૂતા હતા ત્યારે રાત્રે માથાના ભાગે પથ્થર મારીને કોઈ જતું રહ્યું હતું. આ અંગે અજાણ્યા ઇસમ સામે હત્યા નિપજાવી હોવાનો ગુન્હો દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ કરતાં અરવિંદભાઈના પત્નીએ ખંભાળિયા રહેતા તેમના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અરવિંદભાઈના પત્ની પૂનમબેનને પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. 35 વર્ષની પૂનમને ખંભાળિયા ખાતે આવેલ શિવ ગેસ્ટ હાઉસ પાછળ રહેતા એજાજભાઈ કાસમભાઈ ગજ્જણ (ઉવ.22) સાથે સંબંધ હતા. બંને ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતા પણ પતિ અરવિંદભાઈ નડતરૂપ હોવાથી બંનેએ તેને મોતને ઘાટ ઉતારવાનું કાવતરૂં ઘડ્યું હતું. પૂનમે રાત્રે જમવામાં અરવિંદભાઈને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી તેથી અરવિંદભાઈ તરત સૂઈ ગયો હતો. એ પછી પૂનમે પ્રેમી એજાજ ગજ્જણને બોલાવ્યો હતો. બંનેએ ઉપર જઈને અગાસી ઉપર પડેલો મોટો પથ્થર માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીઓની અટક કરી તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Embed widget