![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dwarka: ફરી એકવાર 'લૂંટેરી દૂલ્હન'નો કાંડ, નકલી લગ્ન કરીને વરરાજા પાસેથી લૂંટી લીધા 2 લાખ રૂપિયા, બાદમાં આખો પરિવાર ફરાર
ખંભાળિયા પંથકના યુવાન સાથે આ 'લૂંટેરી દૂલ્હન'ની ઘટના ઘટી છે, આ યુવાન સાથે લગ્ન મામલે 2 લાખ લીધા બાદ દુલ્હન યુવતી તથા તેનો આખો પરિવાર ગાયબ થઇ ગયો હતો
![Dwarka: ફરી એકવાર 'લૂંટેરી દૂલ્હન'નો કાંડ, નકલી લગ્ન કરીને વરરાજા પાસેથી લૂંટી લીધા 2 લાખ રૂપિયા, બાદમાં આખો પરિવાર ફરાર Dwarka: Looteri Dulhan go away from her husband house after looted two lakh rupees in dwarka khambhaliya Dwarka: ફરી એકવાર 'લૂંટેરી દૂલ્હન'નો કાંડ, નકલી લગ્ન કરીને વરરાજા પાસેથી લૂંટી લીધા 2 લાખ રૂપિયા, બાદમાં આખો પરિવાર ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/22/ba9b217a24c2985f5806dd4577098bfd168473699095677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dwarka: દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર 'લૂંટેરી દૂલ્હન'નો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક પરિવારે 'લૂંટેરી દૂલ્હન'ના કાંડને અંજામ આપીને ખંભાળિયાના યુવાનના પરિવાર પાસેથી 2 લાખ રૂપિયાની રકમ પડાવીને ફરાર થઇ ગયા હોવાની વાત સામે આવી છે, આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
માહિતી પ્રમાણે, દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના યુવાન સાથે આ 'લૂંટેરી દૂલ્હન'ની ઘટના ઘટી છે, આ યુવાન સાથે લગ્ન મામલે 2 લાખ લીધા બાદ દુલ્હન યુવતી તથા તેનો આખો પરિવાર ગાયબ થઇ ગયો હતો. દખણાદા બારા ગામે એક યુવાન દ્વારા ડીસા તાલુકાની પરિવારને લગ્ન કરવા માટે 2,00,000 રૂપિયા આપ્યા હતા, બાદ યુવતીના લગ્ન થયા પછી 15 દિવસમાં યુવતી તેમજ ડીસા તાલુકામાં રહેતા તેમના પરિવારજનો ગાયબ થઇ ગયા હતા. જ્યારે આ અંગે યુવાનના પરિવારને જાણ થઇ ત્યારે તેમને યુવતીના કથિત પિતા તેમજ કથિત ભાઈ સામે સલાયા મરીન પોલીસ મથકમાં વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી, હાલમાં 'લૂંટેરી દૂલ્હન' અને તેના પરિવારની તપાસ કરી રહી છે.
Dwarka: ફરી એકવાર 'લૂંટેરી દૂલ્હન'નો કાંડ, નકલી લગ્ન કરીને વરરાજા પાસેથી લૂંટી લીધા 2 લાખ રૂપિયા, બાદમાં આખો પરિવાર ફરાર https://t.co/Gyg9LU43ws
— ABP Asmita (@abpasmitatv) May 22, 2023
Dwarka: પરીક્ષામાં ખુદ શિક્ષકે જ કરાઇ ચોરી, શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
Dwarka: દેવભૂમિ દ્વારકામાંથી શિક્ષણ જગતને માથુ નીચુ કરાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં એક શિક્ષકે જ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને બૉર્ડ પર પ્રશ્નોના જવાબો લખાવી દીધા છે. બાળકોને ખુદ શિક્ષકે ચોરી કરાવી હોવાની વાત સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરીને તપાસના આદેશ આપી દીધા છે.
દેવભૂમિ દ્વારકાના વસઈમાંથી આ ઘટના સામે આવી છે, અહીં ખુદ એક શિક્ષકે જ બોર્ડ પર જવાબો લખાવી દેતા હંગામો થયો છે. આ ઘટના વસઇ ગામની માધ્યમિક શાળાની છે, જ્યાં તાજેતરમાં જ ધોરણ 9ની પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષા દરમિયાન ખુદ શિક્ષકે જ બોર્ડ પર ઉત્તરો લખાયા અને પરીક્ષાર્થીઓએ તે જવાબવહીમાં ઉતારી લીધા હતા. વિદ્યાર્થીઓએ પણ આ જવાબો ફટાફટ પોતાની જવાબવહીમાં લખી લીધા હતા. આ ઘટના બાદ ભારે હંગામો થયો હતો અને બાદમાં વાત શિક્ષણાધિકારી સુધી પહોંચી હતી, શિક્ષણાધિકારીએ બાબતની ગંભીરતાથી સમજીને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)