Earthquake: અમરેલીના આ ગામમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
અમરેલી: મીતીયાળા ગામમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના મીતીયાળા અને સાકરપરા ગામમાં ઉપરા ઉપરી બે ભૂકંપના આંચકા આવ્યા હતા.
અમરેલી: મીતીયાળા ગામમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના મીતીયાળા અને સાકરપરા ગામમાં ઉપરા ઉપરી બે ભૂકંપના આંચકા આવ્યા હતા. રાત્રિના 9.35 અને 9.36 એમ એકધારા બે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપના આંચકાથી ફરી મીતીયાળા સાકરપરા વાસીઓમાં ફફડાટ ફેલાયો છે. સતત આવતા ભૂકંપના આંચકાઓથી લોકો ભયભીત થયા છે.
યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે નામ સહિત કર્યા ખુલાસા
ગાંધીનગર: યુવરાજસિંહ જાડેજાએ પેપર લીકને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડાનારા 16 પૈકી 3 લોકો મોટા કૌભાંડ સાથે સંકળાયેલા છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભાસ્કર ચૌધરીએ અગાઉ મેડિકલની પરિક્ષામા ભરતી કરાવી છે. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તર પ્રદેશના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. આ ઉપરાંત આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વાળા પણ સંકળાયેલા છે. કેતન બારોટ અને હાર્દિક શાહ પણ આ લિંકમાં સંકળાયેલા છે. કેતન બારોટનું મોસાળ નરશિપુર આવેલું છે. અવિનાશ પટેલની પત્ની, બહેન અને અન્ય સગાઓ ઊર્જા વિભાગની ભરતીમાં લાગવગથી લાગેલા છે.
અવિનાશ પટેલ, દેવ પટેલ સહિતના લોકોએ ઊર્જા વિભાગમાં 300 લોકોને નોકરીમાં લાગવગથી લગાવેલા છે. ભાસ્કર ચૌધરી અને અવિનાશ પટેલ દરેક પેપર ફૂટ્યા તેમાં સંકળાયેલા છે. LRD પરીક્ષાનું પેપર ફૂટયું તેમાં મનહર પટેલ સંકળાયેલા છે. 2018માં tatનું પેપર ફૂટયું તેમાં પણ મનહર પટેલ સંકળાયેલા હતા. અત્યાર સુધીમાં તમામ કૌભાંડમાં અરવલ્લી એપિ સેન્ટર રહ્યું છે. દનાભાઈ ખોડાભાઇ ડાંગર 3 પેપર ફોડવામાં સામેલ છે. નવા કાયદામાં એવી જોગવાઈ કરાય કે 2014 પછીની તમામ પરીક્ષાની તપાસ કરવામાં આવે. નીસિકાંત સિંહા મુખ્ય આરોપી છે. ભાસ્કર ચૌધરી સીબીઆઈના સકંજામાં આવી જેલમાં ગયો હતો. નિસિકાંત સિંહાએ જ ભાસ્કર ચૌધરીએ છોડાવ્યા છે. નીસિકાંત સિંહા આઇએએસ અને આઇપીએસ સાથે સારો ધરોબો ધરાવે છે. ગુજરાતમાં ફરજ બજાવતા બિહારના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. આમ યુવરાજે અરવલ્લીની ગેંગ પેપર લીક અને ભરતી કીભાંડ આચારતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલનું 102 વર્ષે નિધન
Jetpur News: રાજકોટ જિલ્લાના જેતપુરના માજી ધારાસભ્ય નારણભાઈ પટેલનું 102 વર્ષે નિધન થયું છે. સ્વાતંત્ર્ય સેનાની એવા નારણભાઈ પટેલ વર્ષ 1962 અને 1967 બે ટર્મ કોંગ્રેસના પ્રતિક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો અને પેટલાદ ગામે વ્યાયામ શાળામાં રવિશંકર મહારાજ સાથે ગાંધીજીને રૂબરૂ મળ્યા હતા. ઉપરાંત જૂનાગઢની મિલિટરીમાં લશ્કરી તાલીમ પણ મેળવી હતી. ભુપત બહારવટિયાને પડકારવા બદલ તેમનું બહાદુરી મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. તેમની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.