શોધખોળ કરો

Gandhinagar: 13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા

ગાંધીનગર: વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓનલાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં બહોળો સહયોગ આપનાર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે ભારતના પ્રધાનમંત્રી સહિત દેશ અને વિશ્વના મહાનુભાવોએ મુલાકાત લઇ ચુક્યા છે. 

તારીખ 19 ફેબ્રુઆરી, 2024 ના રોજ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના  દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવશે. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે. 

વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને Global Best Practice તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષ ઓગસ્ટ મહિના દરમ્યાન, જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને તેની સાથે જ વિદ્યા સમીક્ષાના આ અનુકરણીય મોડલને વિશ્વના અન્ય દેશો અને રાજ્યોમાં વર્લ્ડબેંકના સહયોગથી કાર્યરત કરવા માટેની તત્પરતા દર્શાવી હતી. 

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા  ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે. 

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત ડીસીઝન-મેકીંગ કરવામાં ખૂબ મદદ કરી રહ્યું છે. આ વિદ્યા સમિક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતેથી કામગીરી કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget