શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Election 2024 Live Update: ગાંધીનગર મનપા બનશે કૉંગ્રેસ મુક્ત, કૉંગ્રેસના બે કોર્પોરેટરો જોડાશે ભાજપમાં

Election 2024 Live Update: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી

LIVE

Key Events
Election 2024 Live Update:  ગાંધીનગર મનપા બનશે કૉંગ્રેસ મુક્ત, કૉંગ્રેસના બે કોર્પોરેટરો જોડાશે ભાજપમાં

Background

Election 2024 Live Update: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 156 પૈકીના 55 ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતાં. પાટીલે આ બેઠકમાં સૌને પૂછ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાં દરેક સંસદીય ક્ષેત્રમાં કોઈને પાંચ લાખની લીડ મેળવવામાં મુશ્કેલી લાગતી હોય તો મને કહેજો. જેના જવાબમાં કોઈએ ના પાડી ન હતી.

ત્યારે પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું હતું કે  અત્યારે પાંચ લાખની લીડ માટે પૂછ્યું ત્યારે કોઈએ ના પાડી નથી પણ પછી પોણા પાંચ લાખની પણ લીડ જો આવી તો કોઈનું બહાનું ચલાવી લઇશ નહીં, તેવી સ્પષ્ટ શબ્દમાં ચીમકી આપી હતી. તો પાંચ લાખથી વધારે લીડના લક્ષ્યાંકને પહોંચી વળવા પાટીલે આ બેઠકમાં દરેક ધારાસભ્યને પોતાના મતક્ષેત્રમાં એક લાખ મતથી વધુની લીડ મેળવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. તો આ માટે રણનીતિ અને વ્યવસ્થાની છણાવટ કરતા પાટીલે સૌને ડમી મતદારને મતદાન કરતા રોકવા, પેજ કમિટિનો સંપૂર્ણતઃ ઉપયોગ કરવા અને સભા કરીને પ્રચાર કરી માહોલ બનાવવા કહ્યું હતું. આ બેઠકમાં ત્રણ દિવસમાં લાભાર્થી અને પેજ કમિટિ સભ્યોને સંપર્ક પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

પાટીલે કહ્યું કે તમામ ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં એક એક લાખની લીડ મેળવવા કહ્યું હતું. કોઈ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો, જેથી તેનું નિરાકરણ કરી શકાય, બાકી પાંચ લાખથી ઓછી લીડ સ્વીકાર્ય નથી.

ગાંધીનગર ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડકદેવ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.  જેમાં કેન્દ્રની મોદી સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. આ સાથે જ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનતાની સાથે જ દેશનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા ક્રમે આવી જશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. તો કેન્દ્રીય ગૃહમંત્રીના આયોજનના પણ  વખાણ કરતા કહ્યું કે અમિતભાઈ શાહ પાસેથી આયોજન કરવાનું શીખવું જ રહ્યું.

12:04 PM (IST)  •  27 Mar 2024

ગાંધીનગર મનપા કૉંગ્રેસ મુક્ત બનશે

ગાંધીનગર મનપા કૉંગ્રેસ મુક્ત બનશે. કૉંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાશે. અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. કૉંગ્રેસ કોર્પોરેટર તરીકે રાજીનામું આપી બે દિવસમાં બીજેપીમાં સામેલ થશે. થોડા દિવસ અગાઉ અંકિત બારોટે સી.આર.પાટીલ સાથે કરી હતી મુલાકાત

12:03 PM (IST)  •  27 Mar 2024

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે. આજે યોજાનારી ભાજપની બેઠકમાં રજૂઆત કરાશે. ભાજપના પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા રજૂઆત કરાશે. ગઈકાલે હોદ્દેદારો,કાર્યકર્તાઓએ ઉમેદવારનો વિરોધ કર્યો હતો.

12:03 PM (IST)  •  27 Mar 2024

સી.આર.પાટીલ પ્રચંડ પ્રવાસ કરશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રચંડ પ્રવાસ કરશે. તેઓ તમામ લોકસભા બેઠક પર ઉમેદવારોને સાથે રાખી પ્રવાસ કરશે. 'વન-ડે,વન-ડિસ્ટ્રિક્ટ'ના તર્જ પર પાટીલનો પ્રવાસ રહેશે.

12:02 PM (IST)  •  27 Mar 2024

બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ ભાજપ- કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે

બનાસકાંઠા લોકસભા ચૂંટણીને લઈ ભાજપ- કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા છે.  બનાસની બેન અને બનાસની દિકરી વચ્ચેનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીએ પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. પાલનપુરના ભૂતેડી ગામે જાહેર સભાને સંબોધતા રેખાબેન ચૌધરીએ કેન્દ્રની મોદી સરકારની સિદ્ધીઓ ગણાવી હતી.  આ ઉપરાંત બનાસની દીકરી તરીકે જનતા ખોબલે ખોબલે મત આપી આર્શિવાદ પાઠવવા અપીલ કરી હતી.

12:01 PM (IST)  •  27 Mar 2024

લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે

લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે. આ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ટકાવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી મંગળવારના ચાણસ્માના પીંપળ ગામે પ્રચારમાં હતાં. જ્યાં જાહેરમાં નિવેદન આપ્યું કે સાંસદની ગ્રાન્ટ મુદ્દે ડેલિકેટ, સરપંચ કે સામાન્ય નાગરિક કોઈ પાસેથી મે ટકાવારી માંગી નથી.  તમે મને સાંસદ બનાવ્યો, જાહેર જીવનના મુદ્દા સમજી, હોદ્દાને છાજે તે રીતે ન્યાય અપાવ્યો છે.  હાલ તો ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
Embed widget