Election 2024 Live Updates: 'અમારી પાસે બે રૂપિયા નથી, ટિકિટ લેવી મુશ્કેલ', એકાઉન્ટ્સ ફ્રીઝ થવા પર સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી
પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.

Background
વડોદરા શહેરમાં બુધવારે હરણી અને કારેલીબાગ વિસ્તારની સોસાયટીના ગેટ પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટ લાગ્યા હતા. રંજનબેનને ફરી ટિકિટ અપાતા જ ભાજપમાં વિરોધ શરૂ થયો હતો. એવામાં હવે પોસ્ટર લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં તરત જ પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.
તપાસમાં ખુલ્યું હતું કે પોસ્ટર લગાવનાર ભાજપનો કોઈ બળવાખોર નહીં. પરંતુ કૉંગ્રેસના જ યુવા નેતાઓ સામેલ છે. તરત પોલીસે વડોદરા યુથ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી હતી. હેરી ઓડની અટકાયત થતાં યુથ કૉંગ્રેસના કાર્યકરોની સાથે હેરી ઓડના પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. તેમનો આરોપ હતો કે, હેરી ઓડને હેરાન કરવા માટે અટકાયત કરાઈ છે. તો મોડી સાંજના મંત્રી ધ્રુવીત વસાવા અને કાર્યકર ફાલ્ગુન સોરઠીયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હેરી ઓડ સહિત બે કાર્યકર્તાઓ ફાલ્ગુન સોરઠીયા અને ધ્રુવીત વસાવાનો છૂટકારો થયો હતો.
પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યા બાદ હેરી ઓડે કહ્યું હતું કે જો યુવા તરીકે મને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપશે તો હું રંજનબેન ભટ્ટ સામે લડીશ. આવનારા દિવસોમાં પણ પોસ્ટર લગાડવાના હશે તો પોસ્ટર લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી ખુલતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે હતાશ થયેલી કોંગ્રેસ આવા હથકંડા અપનાવી રહી છે. આ તરફ રંજનબેન ભટ્ટના પોસ્ટર્સ વિવાદમાં બે કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતા અમી રાવત અને કોંગ્રેસના નેતાઓ વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટર લગાવવાને લઈ કાર્યવાહી કરાઇ છે. અટલાદરા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. રાકેશ ઠાકોર, હર્ષદ સોલંકી અને નીતિન પઢીયારની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય શખ્સો અટલાદરા વિસ્તારના રહેવાસી છે. પોસ્ટર લગાડનાર મુખ્ય સૂત્રધારની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
‘અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા’
રાહુલે કહ્યું હતું કે "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેનું બેન્ક ખાતું, એટીએમ કાર્ડ અથવા તેની નાણાકીય ઓળખ ભૂંસી નાખવામાં આવે છે ત્યારે કેટલી મુશ્કેલી આવે છે. જો કોઈ પરિવાર સાથે આવું કરવામાં આવશે તો તે ભૂખે મરી જશે. કોઇ બિઝનેસ સાથે થાય તો તે બરબાદ થઇ જશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે. અમે અમારા નેતાઓ અને કાર્યકરોને પૈસા આપી શકતા નથી કારણ કે અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા."
રાહુલે દાવો કર્યો કે ભારતમાં લોકશાહી નથી
રાહુલે બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું, "દેશમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધું જોઈને પણ કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી. આ છે. ગુનાહિત કૃત્ય." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "ભારતમાં લોકશાહી છે તે હકીકત તદ્દન ખોટી છે. ભારતમાં લોકશાહી નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાની વાત ખોટી છે કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે."





















