Election Live Update: કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની કમલમ ઘેરાવની ચીમકી, 200થી વધુ પોલીસ જવાનો તૈનાત
Election Live Update:રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે
LIVE

Background
બનાસકાંઠામાં ઉમેદવારોની ઉમેદવારીની તારીખ થઈ નક્કી
બનાસકાંઠામાં ઉમેદવારોની ઉમેદવારીની તારીખ નક્કી થઇ છે. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ભરશે ફોર્મ તો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે. શક્તિ પ્રદર્શન સાથે બંને ઉમેદવારો ઉમેદવારૂ નોંધાવશે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. નવસારીથી ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. અલથાણમાં યોજાયેલ કાર્યક્રમમાં મતદારોને પાટીલે આમંત્રણ આપ્યું હતું. 18 એપ્રિલે સવારે નવ વાગ્યે નવસારી પહોંચવાનું પાટીલે આમંત્રણ આપ્યું છે. 18 એપ્રિલે બપોરે 12 વાગ્યે પાટીલ ઉમેદવારી પત્ર ભરશે.
કરણી સેનાના રાજ શેખાવત નજર કેદ કરાયાના અહેવાલ
કરણી સેનાના રાજ શેખાવત નજર કેદ કરાયાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જ શેખાવતને ઘેરી લેવાયા હતા. રાજ શેખાવતે કહ્યું હતું કે અમારી રજૂઆત કરવા અમે કમલમ જઈશુ. બપોરે બે વાગ્યે અમે કમલમ પહોંચીશું. પ્રશાસનને વિનંતી છે કે રસ્તો સાફ કરી આપે.
લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે
પોરબંદર લોકસભા બેઠક કૉંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર એવા લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. ધોરાજી,ઉપલેટા સહિતના લોકસભાક્ષેત્રમાં આવતા વિસ્તારોના કાર્યકર્તાઓ અને નેતાઓની ઉપસ્થિતમાં શક્તિપ્રદર્શન કરી વસોયા ઉમેદવારી નોંધાવવા પોરબંદર કલેક્ટર કચેરી પર પહોંચશે. વસોયાની ઉમેદવારી સમયે ધારાસભ્ય એવા કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર કૉંગ્રેસના અનેક નેતાઓને આ સમયે સાથે રાખવાનું પણ વસોયાએ આયોજન કરેલું છે. ભાજપના જાહેર થયેલા ઉમેદવાર એવા મનસુખ માંડવીયાની જેમ જ વસોયાએ પણ અગાઉથી જ પ્રચાર અભિયાન શરૂ કરી દીધુ છે.
વિવાદનો ઉકેલ લાવવા રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ મેદાને ઉતાર્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે
એક તરફ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીની તારીખ નજીક આવી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો આક્રોશ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં વિવાદનો ઉકેલ લાવવા રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ મેદાને ઉતાર્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે ઉપસ્થિત રહેલા માંધાતાસિંહે આજે પત્રકાર પરિષદ કરી હતી. પોતે સમાજની સાથે હોવાનો દાવો કરવાની સાથેસાથે માંધાતાસિંહે રાષ્ટ્રહિતમાં ઉકેલનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવા કે નહીં તેનો સ્પષ્ટ જવાબ ન આપી શકનાર માંધાતાસિંહે સમાજની સાથે રહીને યોગ્ય ઉકેલની આશા વ્યક્ત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
