શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો ક્યારે વિદાય લેશે શિયાળો
હવામાન વિભાગના મતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે.
રાજ્યમાં હવે ધીમેધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ધીમે-ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. હાલ તો રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ તો બપોર બાદ આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
આ વચ્ચે જ હવામાન વિભાગે આગાહી કરી કે ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે અને માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના મતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે. હાલ તો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement