શોધખોળ કરો

Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 જુલાઇ સુધી ગુજરાત રિજનમાં વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી મોહાલ જામ્યો છે. વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના રાજ્યના ઝોનમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાને જોતા એલર્ચ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,

મહેસાણા, પાટણમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  કચ્છ, સુરેંદ્રનગર, ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડા, પંચમહાલ, દાહોદ,દમણ, દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું  અનુમાન છે.

 અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં  પણ વરસાદની શક્યતાને જોતા અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુંછે.  આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

 અમદાવાદમાં વરસી રહેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીનો વધુ એક વખત ધબડકો થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

અમદાવાદમાં વરસાદી આંકડા અને પ્રભાવિત વિસ્તારો

  • છેલ્લા કેટલાક કલાકોમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 1 થી 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જેણે શહેરને પાણી-પાણી કરી દીધું છે.
  • પૂર્વ ઝોન: સરેરાશ 1.83 ઇંચ વરસાદ
  • ઉત્તર ઝોન: સરેરાશ 2.5 ઇંચ વરસાદ
  • દક્ષિણ ઝોન: સરેરાશ 1.25 ઇંચ વરસાદ
  • રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર: 2 ઇંચ વરસાદ
  • ખોખરા: 1.5 ઇંચ વરસાદ
  • સરખેજ, જુહાપુરા: 1.5 ઇંચ વરસાદ
  • જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, આનંદનગર, વાસણા, પાલડી: 1 થી 1.25 ઇંચ વરસાદ

જળબંબાકારથી પ્રભાવિત મુખ્ય વિસ્તારો:
મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget