શોધખોળ કરો

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વિરામ લીધો છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ક્યાંય પણ ભારે વરસાદ નોંધાયો નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી ઝાપટાં પડશે.
  • સરેરાશ ૨% વરસાદની ઘટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૬% નીચો વરસાદ.
  • સુરત, નવસારી, દમણ સહિત યલ્લો એલર્ટ, પાંચ સિસ્ટમ સક્રિય.
  • અલનીનો અસરથી વરસાદ ઓછો, સપ્ટેમ્બરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સંભવ.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વિરામ લીધો છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ક્યાંય પણ ભારે વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ વરસશે.  હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની સંભાવના છે. 

સમગ્ર રાજ્યમાં સરેરાશ 680.18 મિ.મી. વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યમાં સામાન્ય કરતાં હજુ પણ 2% વરસાદની ઘટ  છે. જો કે, ચિંતાનો વિષય એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની ખેંચ હજુ પણ યથાવત્ છે, જ્યાં નોંધપાત્ર 26% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે.  રાજ્યની આસપાસ કેટલીક સિસ્ટમો સક્રિય છે જેના લીધે આગામી 7 દિવસ માટે વરસાદની સંભાવના રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી,  દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે.   હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.        

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલનીનોની અસર જોવા મળી રહી છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત કચ્છ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં ઓછો વરસાદ થયો છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા સુકા પવનોના કારણે પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સંભાવના છે. સાથે જ સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.      

આ પણ વાંચો-Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ

છત્તીસગઢમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ માટે પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા
Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન
નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લેટલતિફ બાબુ
Hun To Bolish : હું તો બોલીશ : આપણા આંગણે નેશનલ એવોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલના ભોજનમાં સડો
Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
UN માં ટ્રમ્પનો ધમાકો: 'મેં ટેરિફ લગાવીને ભારત-પાક સહિત 8 યુદ્ધો રોક્યા', જુઓ ઈરાન મુદ્દે શું કહ્યું?
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
NSE નો IPO લાગ્યો કે નહીં? PAN નંબર અને એપ્લિકેશનથી 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
બળાત્કારના આરોપો બાદ RCB ના ચેમ્પિયન બોલરની વાપસી! 16 મહિના પછી મળી લીલી ઝંડી, જુઓ વિગતો
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
Embed widget