Banaskantha Rain: ડીસા પંથકમાં વરસાદે તારાજી સર્જી, ખેડૂતોનો પાક ધોવાતા હાલત કફોડી
જિલ્લામાં મેઘરાજની ધમાકાદાર બેટીંગે ખેડૂત પરિવારોના આ સપનાઓ પર પાણી ફેરવી દીધા છે. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલો વરસાદ હવે તારાજી સર્જી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકના કંસારી, બાઈવાડા, વિઠોદર,વરણ સહિત અનેક ગામોના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક ધોવાતા હાલત કફોડી બની ગઈ છે.
ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેર છે. જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના ડીસા પંથકમાં થયેલા વરસાદને પગલે ડીસાના કંસારી, બાઈવાડા, વરણ,વિઠોદર સહિત અનેક ગામોમા વરસાદી પાણી ફરી વળતા ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોઘા દાટ બિયારણો લાવી મગફળી,બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું અને આ પાકોના વાવેતર પાછળ તનતોડ મહેનત કરી આ પાકો થકી ખેડૂત પરિવારો પોતાનું ગુજરાન ચલાવશે તેવા સપનાઓ જોયા હતા. પરંતુ જિલ્લામાં મેઘરાજની ધમાકાદાર બેટીંગે ખેડૂત પરિવારોના આ સપનાઓ પર પાણી ફેરવી દીધા છે. ધોધમાર વરસાદથી ઠેર-ઠેર ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. ધોધમાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે.
મેઘો મૂશળધાર, આજે 10 તાલુકામાં 4 થી 6 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે કેટલો પડ્યો વરસાદ
10 તાલુકાઓમાં 4થી 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 16 તાલુકાઓમાં 2થી 4 ઈંચ અને 24 તાલુકાઓમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. તલોદ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે.
- ઈડર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 2 કલાકમાં ઈડરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
- લુણાવાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
- મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ
- ધનસુરામાં ચાર ઈંચ વરસાદ
- વિસનગરમાં ચાર ઈંચ વરસાદ
- દાંતામાં ચાર ઈંચ વરસાદ
- પ્રાંતિજ, વીજાપુર, ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ
- મોડાસામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સંતરામપુર, હિંમતનગરમાં 3-3 ઈંચ વરસાદ
- ઊંઝામાં પોણા 3 ઈંચ વરસાદ
- શહેરા, ઉમરપાડામાં અઢી-અઢી ઈંચ
- સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
- ડોલવણ, માણસામાં સવા બે ઈંચ વરસાદ
- વઘઈમાં બે ઈંચ વરસાદ
- મહીસાગરના ખાનપુર, કડાણા, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
- ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
- મહીસાગર, માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
- સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
- મેઘરજ, કોડીનાર, ઉનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
- સરસ્વતી, ચીખલી, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: