શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ખેડૂત આંદોલન મુદ્દે નીતિન પટેલે શું કહ્યું કે બદનક્ષીનો કેસ કરવાની મળી નોટિસ ? જાણો કોણે ફટકારી છે આ નોટિસ ?
કેન્દ્ર સરકારના 3 કૃષિ અને કૃષિલક્ષી કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી ખાતે આંદોલન થઇ રહ્યું છે.
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતના નાબ મુખ્યમંત્રી નીતિન પટેલને બદનક્ષીનો કેસ કરવાની નોટિસ ફટકારી છે. નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને દેશવિરોધી પરિબળો દ્વારા નાણાંકીય સહાય અપાઈ રહી હોવાનો આક્ષેપ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો.
નીતિ પટેલે ખેડૂત આંદોલનમાં આતંકવાદી, ખાકીસ્તાની, જ્ઞાતિવાદી અને ચીન તરફી લોકો સામેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. પટેલ ઉપરાંત કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ, રામ માધવે પણ આ પ્રકારના આક્ષેપો કરતાં ચેમની સામે જલંધરના રમણિકસિંઘ રંધાવા દ્વારા માનહાનિનો કેસ કર્યો છે. આપ પાર્ટીએ પણ ત્રણેય નેતાઓ સામે બદનક્ષીના કેસની નોટિસ ફટકારી છે.
કેન્દ્ર સરકારના 3 કૃષિ અને કૃષિલક્ષી કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હી ખાતે આંદોલન થઇ રહ્યું છે. આ આંદોલનના વિરોધમાં ભાજપના નેતા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ, રામ માધવ સામે જલંધરના રમણિકસિંહ રંઘાવા દ્વારા બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.
આપના સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે નીતિન પટેલે એન્ટિ નેશનલ એલિમેન્ટ્સ દ્વારા ખેડૂત આંદોલનમાં ફંડિંગ કરાઇ રહ્યું છે. ઉપરાંત આતંકવાદી,ખાલિસ્તાની છે, જ્ઞાતિવાદી અને ચીનતરફી લોકો સામેલ છે. આપ પાર્ટી દ્વારા પણ અલગથી ત્રણેય નેતાઓને માનહાનિની નોટિસ ફટકારાઇ હોવાનું મીડિયા કો-ઓર્ડિનેટર તુલી બેનર્જીએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion