શોધખોળ કરો

ગુજરાત પાલિકા ચૂંટણીમાં પાંચ મોટા અપસેટ: રાજકીય સમીકરણો બદલાયા

ગીર સોમનાથમાં વિમલભાઈનો પડકાર, ચોરવાડમાં ભાજપની વાપસી, જૂનાગઢમાં કોટેચા યુગનો અંત, સલાયામાં AAPની એન્ટ્રી, કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય

Gujarat Local Body Election 2025: રાજ્યની તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાંચ મોટા રાજકીય અપસેટ સર્જાયા છે, જેણે રાજકીય પંડિતો અને પક્ષોને વિચારતા કરી દીધા છે. આ અપસેટ માત્ર અમુક વ્યક્તિઓ કે પક્ષોની હાર નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવનો સંકેત આપે છે.

ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને કરી નિરાશ:

ગીર સોમનાથ જિલ્લામાં વિમલભાઈ દ્વારા ઉભા કરાયેલા પડકારે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.  વિમલભાઈની મજબૂત ઉમેદવારીના કારણે કોંગ્રેસ અહીં ધાર્યા પરિણામો લાવી શકી નથી. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત, ભાજપનું શાસન:

ચોરવાડ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે.  ભાજપે અહીં શાનદાર વાપસી કરી છે અને પાલિકામાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે, જે લાંબા સમયથી અહીં મજબૂત સ્થિતિમાં હતી.

જૂનાગઢના ગિરીશ કોટેચાના દબદબાનો અંત, પુત્ર પાર્થ કોટેચાની હાર:

જૂનાગઢમાં છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચા પણ આ ચૂંટણીમાં હારી ગયા છે. કોટેચા પરિવારનો આ પરાજય જૂનાગઢના રાજકારણમાં એક યુગના અંત સમાન છે.

દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં AAPની લહેર, ચારેય ઉમેદવારની જીત:

દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)ની લહેર જોવા મળી હતી. વોર્ડ નં 1, 2 અને 3માં AAPના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.  AAPની આ એન્ટ્રી અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે AAP હવે નાના શહેરોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે.

રાણાવાવ- કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય, ઢેલીબેનના શાસનનો અંત:

રાણાવાવ-કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ઢેલીબેનના એકહથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીનો આ વિજય પ્રાદેશિક પક્ષોની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget