શોધખોળ કરો
Advertisement
જૂનાગઢઃ પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકામાં અવસાન, 15 દિવસથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
ભાજપ અગ્રણી અને જૂનાગઢ મનપાના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલ્સ શહેર ખાતે શુક્રવારે નિધન થયું છે.
જૂનાગઢઃ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરત કાંબલીયાના પુત્રનું અમેરિકામાં નિધન થયું છે. સ્વ. કાંબલીયાના પત્ની નિરુબેન કાંબલીયા પણ ડે. મેયર રહી ચૂક્યા છે. પૂર્વ ડે. મેયર નિરૂબેન કાંબલીયાના પુત્ર અમેરીકાની હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતા. જોકે, મૃત્યુ કયા કારણોસર થયું તેની તપાસ શરૂ કરી છે.
ભાજપ અગ્રણી અને જૂનાગઢ મનપાના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલ્સ શહેર ખાતે શુક્રવારે નિધન થયું છે. મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્વ. આનંદભાઈ કાંબલિયા લોસ એન્જલ્સ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતા. તેઓને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ શુક્રવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે જૂનાગઢમાં રહેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement