શોધખોળ કરો

કોંગ્રેસના પૂર્વ MLA નવાજૂનીના મૂડમાં, ટેકેદારો સાથે બે કલાક કરી બેઠક

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ કમર કસી રહી છે તો બીજી તરફ નારાજ નેતાઓ પણ પાર્ટીનું ટેન્શન વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નારાજગીના કારણે નિષ્ક્રિય થયેલા આ પૂર્વ MLA નવાજૂનીના મૂડમાં છે.

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ કમર કસી રહી છે તો બીજી તરફ નારાજ નેતાઓ પણ પાર્ટીનું ટેન્શન વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નારાજગીના કારણે નિષ્ક્રિય થયેલા પૂર્વ MLA કામિનીબા નવાજૂનીના મૂડમાં છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટેકેદારોની બેઠક યોજી હતી. આગામી સમયમાં શું કરવું તે અંગે ટેકેદારો સાથે ચર્ચા કરી હોવાની વાત સામે આવી છે. ગુરુવારે રાત્રે કામિનીબા અને ટેકેદારો વચ્ચે આ બેઠક બે કલાક ચાલી હતી. પક્ષમાં થયેલા અન્યાય અંગે ટેકેદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રભારી રઘુ શર્માએ મિટિંગ કરવાનું કહેતા હાલ થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી છે. એક તરફ હાર્દિકના નિવેદનોએ અને બીજી તરફ કામિનીબાની આ બેઠકે કોંગ્રેસને આગામી સમયમાં વિચારવા મજબૂર કરી છે.

11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ન લડવાની જાહેરાત કરી છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક - 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે  1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મોહનસિંહ રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. 

આ અંગે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન મોહનસિંહ રાઠવાએ કહ્યું કે 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું. મારી લાગણી એવી છે કે ગુજરાતના યુવાનો રાજકારણમાં આવે.  જે લોકો વર્ષોથી વિધાનસભાના સભ્ય તરીકે રહ્યાં હોય એમણે રાજીખુશીથી યુવાનોને આગળ લાવવા જોઈએ. 

280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ યુપી કનેક્શન  નીકળ્યું
કચ્છના જખૌમાંથી પકડાયેલા 280 કરોડના હેરોઇનનું દિલ્લી બાદ યુપી કનેક્શન  નીકળ્યું છે. જખૌની દરિયાઈ સીમાંથી પકડાયેલ 280 કરોડના હેરોઇન કેસમાં દિલ્હી NCB અને ATSના  સંયુક્ત ઓપરેશનમાં દિલ્લીથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જેમાં મુઝફરનગરની એક ફેક્ટરીમાંથી 35 કિલો ડ્રગ્સ મળી આવ્યું.જે મામલે દિલ્લી NCB એક ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.અન્ય બે આરોપીને ગુજરાત ATS ભુજ કોર્ટમાં લાવી રિમાન્ડ મેળવ્યા છે. 

ગુજરાત ATSની ગિરફતમાં રહેલ પાકિસ્તાનીઓ અલહજલ બોટમાં 280 કરોડનું હેરોઇન જથ્થો લઈ આવ્યા હતા.જે હેરોઇનનો જથ્થો પાકિસ્તાની કરાચી ડ્રગ્સ માફિયા મુસ્તુફાએ મોકલ્યો હતો. જે દરિયાઈ સીમામાંથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઉતારી બાય રોડ દિલ્લી મોકલવાના હતા.હેરોઇનો જથ્થો દિલ્હીનો હૈદર રાજી રિસીવ કરવાનો હતો.જેથી ગુજરાત ATS અને દિલ્હી NCB સંયુક્ત ઓપરેશનથી હૈદર રાજીની મુઝફરનગરમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડી 35 કિલો ડ્રગ્સ પકડયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget