શોધખોળ કરો

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 

આજે ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

આવતીકાલે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ભરૂચના વાલિયામાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. હવામાન વિભાગ અને આગાહીકારો હજુપણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી રહ્યાં છે. ગઇકાલે મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લામાં સાંબેલાદાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને સ્કૂલો અને કૉલેજોમાં રજાઓ જાહેર કરાઇ છે. 

રાજ્યના ડેમ કેટલા ઓવરફ્લો

સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર  છે.  90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.  

સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ

છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં  સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે.  ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં  સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Embed widget