શોધખોળ કરો

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.  હાલમાં એકસાથે 4  સિસ્ટમ સક્રિય થઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, 4 સિસ્ટમ સક્રિય થઈ.
  • પૂર્વ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 27 જુલાઈથી સારો વરસાદ.
  • રાજ્યમાં સરેરાશ કરતાં 28 ટકા ઓછો વરસાદ નોંધાયો.

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.  હાલમાં એકસાથે 4  સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ ચારેય સિસ્ટમ ભેગી થવાને કારણે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે. જેના લીધે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ સક્રિય થતા  પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તેજ પવન અને ગાજવીજ (થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી) સાથે વરસાદી માહોલ જામશે, જેનાથી લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળશે. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  

આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો.

વરસાદના બીજા રાઉન્ડની પ્રતીક્ષા કરી રહેલા લોકો અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા છૂટાછવાયા અને વરસાદી ઝાપટાંથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થક્ષેત્રમાં વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. 

આ પણ વાંચો- Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી

સરેરાશ કરતાં અંદાજે 28 ટકા ઓછો વરસાદ

વરસાદના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો ચાલુ સિઝનનું ચિત્ર હજુ પણ થોડું ચિંતાજનક લાગી રહ્યું છે. રાજ્યમાં ચોમાસું શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 મિમી વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગના લાંબાગાળાના રેકોર્ડ પ્રમાણે, સામાન્ય સંજોગોમાં આ સમયગાળા દરમિયાન સરેરાશ 226.1 મિમી વરસાદ વરસી જવો જોઈતો હતો. આ ગણતરી મુજબ જોઈએ તો, ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget