Gujarat Rain Forecast: 17થી 20 જુલાઈ રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની અંબાલાલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડને લઇને મહત્વની આગાહી કરી છે. 17થી 20 જુલાઇ અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
Gujarat Rain Forecast:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડને લઇને મહત્વની આગાહી કરી છે. 17થી 20 જુલાઇ અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 17થી 20 જુલાઇ સૌરાષ્ટ્ર, દક્ષિણ-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુમાન મુજબ આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. વડોદરા, આણંદ, ખેડામાં પણ અતિભારે વરસાદનો અનુમાન છે. અંબાલાના મત મુજબ 17 જુલાઇ બાદ આહવા, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની તૈયારી થઈ રહી હોય તેમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે. અમરેલી જીલ્લમાં વરસાદી માહોલછે, જ્યારે અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમરેલી આસપાસના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ધારી પંથકના કેટલાક ગામોમાં પણ વરસાદ છે. ધારીના સરસિયા, જીરા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ છે. માણાવદર અને વંથલી પંથકમાં પણ વરસાદી માહોલ છે. જુનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આઝાદ ચોક, કાળવા ચોક, ચિતાખાના, દિવાન ચોક, તળાવ દરવાજા, મજેવડી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ છે.
રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના પારડી અને નવસારીના ખેરગામમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.12 વાગ્યા સુધીમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 12 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં અઢી ઈંચ, નવસારીના ગણદેવીમાં અઢી ઈંચ,12 વાગ્યા સુધીમાં જૂનાગઢના કેશોદમાં બે ઈંચ, સુરતના મહુવામાં સવા ઈંચ વરસાદ,12 વાગ્યા સુધીમાં નવસારી તાલુકામાં સવા ઈંચ,12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં એક ઈંચ, જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ, વલસાડ તાલુકામાં એક ઈંચ, કપરાડામાં પોણો ઈંચ,વિસાવદર, વઘઈ, ખેરગામમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો ચીખલી, વાલોડ,બારડોલીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલો વરસાદ
- આજે સવારે 10 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં પોણા બે ઈંચ વરસાદ
- સુરતના મહુવામાં એક ઈંચ વરસાદ
- નવસારી તાલુકામાં એક ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં એક ઈંચ વરસાદ
- વલસાડ તાલુકામાં એક ઈંચ વરસાદ
- કપરાડા, વઘઈ, ખેરગામમાં અડધો અડધો ઈંચ વરસાદ
- ચીખલી, વાલોડ, ધરમપુરમાં પણ નોંધાયો સામાન્ય વરસાદ