કોરોનાના કોહરામની વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત, હવેથી કોરોના દર્દી કોઈપણ હોસ્પિટલમાં.....
મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી કે હવેથી રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોવિડની સારવાર માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નહીં પડે.
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના દર્દીની સારવાર અને મેડિકલ સ્ટાફને લઈને મોટી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી કે હવેથી રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોવિડની સારવાર માટે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નહીં પડે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ વધતાં જાય છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટ કે પ્રાઈવેટ કે કોઈપણ હોસ્પિટલ હોય, જ્યાં કોવિડ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓની ઝડપથી પથારીઓ ભરાઈ જાય છે. જેને ધ્યાનમાં રાખી કોર ગ્રુપની બેઠકમાં નિર્ણય કર્યો છે કે હવે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપી શકશે. 15 જુન સુધી સારવાર કરવા માટે મંજૂરી આપે છે. અને આ માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. ફક્ત કલેક્ટર કે અધિકારીને જાણ કરવાની રહેશે.
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન- 8, વડોદરા કોર્પોરેશન-9, રાજકોટ-4, સુરેન્દ્રનગર-4, વડોદરા-4, બનાસકાંઠા-3, ભરુચ-3, ગાંધીનગર-3, જામનગર કોર્પોરેશ-3, મોરબી-3, સાબરકાંઠા-3, અરવલ્લી-2, ભાવનગર કોર્પોરેશન-2, બોટાદ-2, દાહોદ-2, દેવભૂમિ દ્વારકા-2, જુનાગઢ-2, મહેસાણા-2, પાટણ-2, અમરેલી-1, ભાવનગર-1, છોટા ઉદેપુર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા-1, મહિસાગર-1, પંચમહાલમાં -1 અને સુરતમાં 1 દર્દીના મોત સાથે કુલ 121 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4631, સુરત કોર્પોરેશનમાં 1553, રાજકોટ કોર્પોરેશનમાં 764, મહેસાણા-485, વડોદરા કોર્પોરેશનમાં 460, સુરત- 375, જામનગર કોર્પોરેશન- 324 બનાસકાંઠામાં 263, કચ્છ-176, ગાંધીનગર કોર્પોરેશન-173, ભરુચ-171, ભાવનગર કોર્પોરેશન-165, વડોદરા-165, જામનગર-159, ગાંધીનગર-150, દાહોદ-139, પંચમહાલ-135, અમરેલી-122, ભાવનગર-122, સાબરકાંઠામાં 122, ખેડા-121, નર્મદા-121, તાપી-113, નવસારી-105, પાટણ-104, જુનાગઢ કોર્પોરેશન-99, મહીસાગર-86, રાજકોટ- 86, વલસાડ-80, સુરેન્દ્રનગર-76, મોરબી-74, જુનાગઢ-73, અરવલ્લી-66, દેવભૂમિ દ્વારકા-62, અમદાવાદ-60, આણંદ-60, છોટા ઉદેપુર-52, ગીર સોમનાથ-49, પોરબંદર-42, બોટાદ-14 અને ડાંગમાં 11 કેસ મળી કુલ 12,206 કેસ નોંધાયા હતા.