શોધખોળ કરો

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાની કોણે કરી માંગ ? જાણો વિગતો

કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ( GCCI)રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાની માંગ કરી છે.

અમદાવાદ: કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. આ ચાર મોટા શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યું સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ( GCCI)રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાની માંગ કરી છે. GCCIએ રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂનો સમય કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. GCCIનું કહેવું છે કે, હાલ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુના કારણે વેપાર-ધંધા  ખાસ કરીને  હોટલ રેસ્ટોરેન્ટને વ્યાપક નુકશાન થઈ રહ્યુ છે. એવામાં આર્થિક રીતે આ એકમો ફરી ઉભા થાય તે માટે કર્ફ્યૂની અવધી ઘટાડવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસો વધતા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશન પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યુ યર અને ઉત્તરાયણના તહેવારો દરમ્યાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ સમયે એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે. કોર્ટે કહ્યું, નાઈટ કરફ્યુ જરૂરી છે. એ થોડો સમય હજુ ચાલુ રહેવો જોઈએ. એનાથી કેસોની સંખ્યા ઘટી છે. રાજ્યમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત ચોથા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 8 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4262 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,39,195 પર પહોંચી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget