Veraval : સ્વીમિંગ ટ્રેનરે યુવતી સાથે માણ્યું વારંવાર શરીરસુખ ને પછી તો....
વેરાવળની પરણીતાએ સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ પહેલા કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા
ગીર સોમનાથઃ વેરાવળની પરણીતાએ સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ પહેલા કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તરતા શિખવવાની લાલચ આપીને સંબંધો વધાર્યા હતા. તેમજ બાદ ધમકી આપી અનેક વખત પરાણે શરીરસુખ માણ્યું હતું. ધાક ધમકી આપીને તેના પર દુષ્કર્મ ગુજારાયો હોવાની પરણિતાની કેફિયત છે. વેરાવળ પોલીસે વડોદરાના સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Dahod : યુવતી પ્રેમી સાથે માણી રહી હતી એકાંત ને અચાનક ભાઈ જોઇ ગયો, પછી તો જે થયું તે.....
દાહોદઃ દાહોદ તાલુકાના ખરોદા ગામની ચકચારી ઘટના સામે આવી છે. બહેનને તેના પ્રેમી સાથે ભાઈ જોઈ જતા બહેને જ પોતાના ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બહેને લાકડીના ફટકા મારી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ બહેને પ્રેમી સાથે મળી લાશના પુરાવા નિશાન પણ સાફ કર્યા હતા. ખરોદાની નીકીતા રાણાને મોટી ખરજના વિજય બારીયા જોડે પ્રેમસંબંધ હતો.
ગત તા 07 જાન્યુઆરીએ નીકીતા અને તેનો પ્રેમી વિજય બન્ને જણા ખરોદા ગામે મળ્યા હતા. તે વખતે યુવતીનો ભાઈ બન્ને જોઈ ગયો હતો. આ સમયે આવેશમા આવેલી યુવતી અને તેના પ્રેમીએ ભાઈની હત્યા કરી નાંખી હતી. પિતાએ ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ શહેરના વીવીઆઈપી રોડ પર ઉભેલી બસમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાધુ વાસવાની સ્કૂલ સામે ઉભેલી પટેલ ટ્રાવેલ્સની બસમાં યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગત 2 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે સગીરા સાથે બનાવ બન્યો છે. સગીર ત્યાંથી પસાર થતી હતી ત્યારે 3 નરાધમોએ તેને બસમાં ખેંચી જઈ એક એ દુષ્કર્મ કર્યું હતું.
2 ઈસમો બસ બહારથી દરવાજો બંધ કરી ઉભા રહ્યા હતા. હરણી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપી એમ.પીના રહીશ છે અને હાલ વડોદરામાં મજૂરી કરી રહ્યા છે.
Ahmedabad : યુવતી સાથે બે યુવકોએ પરાણે માણ્યું શરીરસુખ, પ્રતિકાર કર્યો તો કર્યા કેવાં હાલ?
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બે યુવકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગોય છે. યુવતીનો મોબાઇલ લૂંટીને યુવતી સાથે પરાણે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પ્રતિકાર કરતા યુવતીને બ્લેડનાં ઘા પણ માર્યા હતા. ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બે આરોપીઓ વિરુધ ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો છે. ૧૯ વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું છે.