શોધખોળ કરો

સૌરાષ્ટ્રનું વધુ એક મોટું માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રહેશે બંધ, જાણો શું છે કારણ

માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. ખેડૂતોને 2 માર્ચથી જણસીઓ લાવવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટઃ ગુજરાતમાં ફરી કોરોના વકર્યો છે અને સોમવારે અત્યાર સુધીના સૌથી વધુ કેસ રાજ્યમાં નોંધાયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્રના વધુ એક માર્કેટિંગ યાર્ડે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. ખેડૂતોને 2 માર્ચથી જણસીઓ લાવવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનાં સૌથી મોટાં માર્કેટ યાર્ડમાં એક એવું મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રહેશે. મોરબી માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે  24 માર્ચથી 1 એપ્રિલ સુધી મોરબી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ છે અને ઘણાં બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે પણ મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ હોવાથી રાજ્યનાં અન્ય ઘણા માર્કેટ યાર્ડ પણ આ રીતે બંધ રાખવાનો નિર્ણય જે તે માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

આ પહેલાં આ કારણસર જ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે  માર્કેટયાર્ડ બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના  હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

Maharashtra Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં લાગી શકે છે લોકડાઉન, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું આપી ચેતવણી

ગુજરાતથી  ઋષિકેશ ગયેલા કેટલા શ્રધ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો ક્યાંના છે આ શ્રધ્ધાળુ ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget