(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં લાગી શકે છે લોકડાઉન, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું આપી ચેતવણી
Maharashtra Lockdown Update: સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું, બે દિવસ પહેલા હું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે જો કેટલાક શહેરોમાં કોવિડ-19ના નવા મામલા આ રીતે વધતા રહેશો તો લોકડાઉન લગાવવું પડી શકે છે. હું લોકોને મુખ્યમંત્રીની ચેતવણી પર લોકોને લોકડાઉનથી બચવા માટે કોવિડ-19ના નિયમો જેવાકે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને અકબીજા સાથે અંતર જાળવવાની અપીલ કરું છું.
મુંબઈઃ દેશમાં એક બાજુ કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં તો દરરોજ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે હવે દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનો પ્રકોપ વધ્યો છે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. જેને લઈ કેટલાક શહેરોમાં લોકડાઉન નાંખવામાં આવી શકે છે તેવા સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું, આ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કર્યા બાદ અંતિમ ફેંસલો લેવાશે. ટોપેએ કહ્યું, બે દિવસ પહેલા હું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે જો કેટલાક શહેરોમાં કોવિડ-19ના નવા મામલા આ રીતે વધતા રહેશો તો લોકડાઉન લગાવવું પડી શકે છે. હું લોકોને મુખ્યમંત્રીની ચેતવણી પર લોકોને લોકડાઉનથી બચવા માટે કોવિડ-19ના નિયમો જેવાકે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને અકબીજા સાથે અંતર જાળવવાની અપીલ કરું છું.
મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના 24,645 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 25,04,327 થઈ છે. જ્યારે 58 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 53,457 પર પહોંચ્યો છે.
દેશના ત્રણ રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશમાં જ્યાં દરરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે તો એવામાં એક રિપોર્ટે ચિંતા વધારી દીધી છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશના ત્રણ રાજ્યો, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના આગામી હોટસ્પોટ બનવાનું જોખમ વધતું જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર દેશના નવા હોટસ્પોટ જાણવા માટે 20 સૌથી વધારે જનસંખ્યા ધરાવતા વિસ્તારના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વાતોને રિપોર્ટમાં સામેલ કરવામાં આવી હતી જેમાં વધતો પોઝિટિવીટી રેટ, દરરોજના વધતા કેસ અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછા ટેસ્ટિંગને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે પૂર્વ વિસ્તારની તુલનામાં દેશના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ અને ચિંતાજનક છે.
ત્રણ રાજ્યોમાં સૌથી ખરાબ હાલત પંજાબની
રિપોર્ટ અનુસાર ત્રણ રાજ્યમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ પંજાબની છે. વિતેલા 30 દિવસમાં દૈનિક કેસની સંખ્યામાં 531 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સાથે જ પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હરિયાણા રાજ્યમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
આ રાજ્યમાં પણ વધ્યું કોરોનાનું જોખમ
નોંધનીય છે કે, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ તો કોરોના હોટસ્પોટ બનવાનાની સ્થિતિમાં છે જ્યારે આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસ ગંભીર સ્થિતિનો ઈશારો કરી રહ્યા છે.