શોધખોળ કરો
Advertisement
'આપ’ના ગુજરાત પ્રમુખપદે ગૃહમંત્રી પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા યુવા પાટીદાર નેતા, ગુજરાતી એક્ટ્રેસને બનાવાઈ પ્રવક્તા
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. આ હોદ્દેદારોમાં ગુજરાત વિધાનસભાના સંકુલમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતુ ફેંકનારાં ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઇ છે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. આ હોદ્દેદારોમાં ગુજરાત વિધાનસભાના સંકુલમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતુ ફેંકનારાં ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઇ છે. તુલી બેનરજી મિડીયા કોર્ડિનેટર અને ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે. ‘આપ’ દ્વારા જૂના નેતાઓને બાજુ પર મૂકીને પાટીદાર યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવાયો એ સૂચક છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ગુજરાત પ્રદેશ સંગઠનની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, આપ આગામી મહિનાઓમાં આવનારી ગુજરાતની મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, નવા હોદ્દેદારો સાથે આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે.
યાદવે કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિલ્હી મોડલનો પ્રચાર કરવામાં આવશે. આપના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઇને હટાવી પાટીદાર આંદોલનના યુવા ચહેરા ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement