શોધખોળ કરો

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત

Navratri 2024: નવરાત્રિના સેલિબ્રેશનને લઇને મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે

Navratri 2024:નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર ગુરૂવારથી શારદિય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે સરકારે ખેલૈયા, ગરબા આયોજકો અને ખાણી પીણીના વેપારીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વર્ષ નિયમોના પાલન સાથે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબે રમી શકાશે. તેમણે કહ્યું કે, લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી રમો ગરબા, આયોજકોએ સરકારના આ  નિર્ણયને આવકાર્યો છે. ખેલૈયાઓ-નાના વેપારીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર  છે. આ વર્ષે નિયમોના પાલન સાથે મોડે સુધી રમી ગરબે રમી શકાશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી  ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

તો બીજી તરફ નવરાત્રને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યા અંબાજીથી માંડી ચોટીલના ચામુંડા અને કચ્છના માતાના મઢમાં વિશેષ સાધના અનુષ્ઠા હોમ હવનનું આયોજન થાય છે. આ અનુસંઘાને નવરાત્રિ દરમિયાન કચ્છના માતાના મઢ અને પાવાગઢના માંઇ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવરાત્રિ દરમિયાન કચ્છની કુળદેવી  આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીં પગયાત્રા કરીને પણ ભક્તો પહોંચે છે. આ અવસરે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  નવરાત્રિ દરમિયાન માતાનામઢ મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. મઢમાં દર્શન માટે સવારે 5 થી રાત્રે 12 વાગ્યા સુંધીનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, આઠમના આખી રાત મંદિર ખુલ્લું રહેશે.

શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરના સમયમાં પણ નવરાત્રિને લઇને ફેરફાર કરવામાં આવ્યા છે. મંદિરના કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા  નવરાત્રિના નવા સમયની જાહેરાત કરવામાં આવી છે.  નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વારા વહેલા ખોલવામાં આવશે. જેમાં આસો સુદ એકમથી પૂનમ સુધી મહાકાળી માતાજીના દર્શન કરવાના સમયમાં ફેરફાર કર્યો છે. જેમાં પ્રથમ નોરતે, આઠમા નોરતે અને પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે સમયમાં વધારો કરીને સવારે 4 વાગ્યે દ્વાર ખુલશે અને રાતના 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.  પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, 6 ઓક્ટોબર ત્રીજા નોરતે, 11 ઓક્ટોબર આઠમના રોજ, 13 ઓક્ટોબર દશમા નોરતે અને 17 ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે 4 વાગ્યે ખુલી જશે અને રાત્રે 8 વાગ્યા સુધી માંઇ ભક્તો માના દર્શન કરી શકશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget