શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં આ 95 વર્ષનાં દાદીમાએ સરપંચની ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ, કેટલા મતે થઈ જીત?

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં  પંચાયતની સરપંચની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં  પંચાયતની સરપંચની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.

ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા. 

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બે ગામ એવાં હતાં કે જ્યાં સાસુ અન વહુ વચ્ચે સામસામો જંગ હતો. આ પૈકી ઉનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ચૂંટણી જંગમાં વહુની જીત થઈ છે. સાસુ સામે વહુ 1177 મતે જીતી જતા સરપંચ બન્યાં છે.

સાસુ અને વહુનો બીજો જંગ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાંસા ગામ હતો. કાંસામાં સાસુ અને વહુની લડાઈમાં ત્રીજાં મહિલા ઉમેદવાર ફાવી ગયાં છે. સાસુ અને વહુ બંનેની હાર થઈ છે. કાંસામાં સરપંચ પદ માટે સાસુ વહુ આમને સામને હતાં પણ બંને હારી ગયાં હતાં જ્યારે ત્રીજાં ઉમેદવાર કેળીબેન લોરનો 242 મતથી વિજય થયો હતો. સાસુ અને વહુ બંનેની હાર થતાં પરિવારમાં સોપો પડી ગયો હતો.

ઉનાનાન દેલવાડા ગામે પૂજાબેન વિજયભાઈ બમ્ભનિયા અને તેમનાં સાસુ જીવીબેન બામ્ભનિયા આમને સામને આવી ગયાં હતાં. આ ચૂંટણીમાં વહુ પૂજાબેનની પેનલે સાસુની પેનલનો સફાયો કરી નાંખ્યો હતો. ગામના કુલ 16 વોર્ડની ગણતરી હાથ ધરાઈ તેમાં  તમામ  વોર્ડ પૂજાબેન એટલે કે વહુની પેનલે  કબ્જે કર્યા હતા જ્યારે સાસુ જીવીબેનનું ખાતું નહોતું ખૂલ્યું.

કાંસા ગામમાં એક જ ફળિયામાં એક જ છત નીચે રહેતાંસાસુ મૂગળીબેન ગમાર અને  વહુ કોકિલાબેન  સરપંચ પદની ચૂંટણીમાં સામસામે હતાં. વહુનો આક્ષેપ હતો કે, સાસુએ તેની સાથે દગો કર્યો હોવાથી પોતે ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું છે. વહુ કોકિલાબેન ગમાર સામે આવી જતાં   છેલ્લી ત્રણ ટર્મથી કાસા ગામના સરપંચ પદે ચૂંટાતાં સાસુ મૂગળીબેન  હારી ગયાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Embed widget