Gram Panchayat Election Result : રાજકોટમાં બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ, કોનો થયો વિજય?
રિબ ગ્રામ પંચાયતમાં બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સરપંચ તરીકે પ્રફુલાબા નિરુભા જાડેજાનો વિજય થયો છે, જ્યારે તેમના વેવાણ રમાબેન શાંતિલાલ રાખોલીયાની હાર થઈ છે.
![Gram Panchayat Election Result : રાજકોટમાં બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ, કોનો થયો વિજય? Gram Panchayat Election Result : Prafulaba Jadeja win election against Vevan Gram Panchayat Election Result : રાજકોટમાં બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ, કોનો થયો વિજય?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/21/8ff3d75ce16d028984f8d09d4bef6dd8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે ત્યારે રાજકોટની રિબ ગ્રામ પંચાયતમાં બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. સરપંચ તરીકે પ્રફુલાબા નિરુભા જાડેજાનો વિજય થયો છે, જ્યારે તેમના વેવાણ રમાબેન શાંતિલાલ રાખોલીયાની હાર થઈ છે. હારેલા ઉમેદવારે પોતાના વેવાણ જીત્યાની ખુશી વ્યકત કરી હતી.
પાટણ જિલ્લાના આ ગામમાં મતગણતરીની આગલી રાતે સરપંચપદનાં મહિલા ઉમેદવારનું મોત, મતદાનના બીજા દિવસે આવેલો હાર્ટ એટેક.....
પાટણઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે ત્યારે સમીની બાબરી-ચાંદરાણીમાં બનેલી એક કમનસીબ ઘટનામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચપદનાં મહિલા ઉમેદવારનું મોત થતાં શોકનો માહોલ થઈ ગયો છે.
સમીની બાબરી-ચાંદરાણી ગ્રામ પંચાયતનાં સરપંચ પદના ઉમેદવાર 65 વર્ષય સતુબેન ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે. સતુબેનને મતદાનના બીજા દિવસે હાર્ટ એટેક આવતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખળ કરાયાં હતાં. સતુબેનનું હાર્ટ એટેકએટેકની સારવાર દરમિયાન મોત થયું છે. ગઈ કાલે રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ તેમનું મોત થયું હતું.
બાબરી અને ચાંદરણી ગામની સંયુક્ત ગ્રામપંચાયત છે. આ ગ્રામ પંચાયતનાં સરપંત બનવા માટે ચાર મહિલા ઉમેદવાર મેદાનમાં છે. સતુબેનનું મતગણતરીની આગલી રાતે નિધન થતાં પરિવારજનો અને ટેકેદારોમાં ગમગીની છવાઈ છે.
પાટણ જિલ્લામાં સળંગ 45 વર્ષથી જીતતાં આ મહિલા સરપંચે ફરી મેળવી જીત, હરીફને 32 મતે હરાવ્યાં
ગાંધીનગરઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ છે. આ મતગણતરીમાં પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર વિજેતા થયાં છે.
બાલુબેન લીલાજી ઠાકોર પોતાનાં હરીફ કરતાં 32 વોટ વધારે મેળવીને વિજયી થયાં છે. આ જીત સાથે બાલુબેન લીલાજી ઠાકોરે વિક્રમ સર્જ્યો છે કેમ કે બાલુબેન લીલાજી ઠાકોર છેલ્લા 45 વર્ષથી સતત જીતે છે. આ વખતે બાલુબેન લીલાજી ઠાકોરે ફરી એક વાર જીત મેળવીને સરપંચપદે અડધી સદી પૂરી કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)